Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની 21,418 બોટલો પર રોલર ફેરવી દેવાયું:સુરતના રસ્તા પર 42.60 લાખના મુદ્દામાલનો નાશ કરાયો, રોડ પર નદી જેમ દારુ

    1 day ago

    સુરતમાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક વલણ અપનાવી રહેલી સુરત પોલીસે તાજેતરમાં વિવિધ પ્રોહિબિશન કેસોમાં ઝડપાયેલા મોટા પાયાના દારૂના જથ્થાનો કાયદેસર પ્રક્રિયા મુજબ નાશ કર્યો છે. શહેર પોલીસના ઝોન-2 કાર્યક્ષેત્ર હેઠળ આવતા પાંચ પોલીસ મથકો દ્વારા જપ્ત કરવામાં આવેલા ₹42,60,627ની અંદાજિત કિંમતના દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવી તેનો સફાયો કરવામાં આવ્યો હતો. 21 હજારથી વધુ વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો ગત 6 ઓક્ટોબરના રોજ ડિંડોલી સ્થિત કલરટેક્સ રોડ ખાતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લીંબાયત, સારોલી, ગોડાદરા, ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી કુલ 21,418 નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીનનો સમાવેશ થતો હતો. અદાલતમાંથી જરૂરી કાયદેસરની મંજૂરી મેળવ્યા બાદ, નિયત પ્રોટોકોલનું પાલન કરીને આ સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. નશાબંધીના કાયદાના કડક અમલ માટે કાર્યવાહી આ કાર્યવાહી સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર તેમજ અધિક પોલીસ કમિશનર બલરામ મીણાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. ઝોન-2ના નાયબ પોલીસ કમિશનર ડૉ. કાનન દેસાઈની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ પારદર્શક રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ વેળાએ મહેસૂલ અને અન્ય સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સિટી પ્રાંતના નાયબ કલેક્ટર એમ.એમ. પટેલ તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સંબંધિત પાંચેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સ્ટાફે હાજર રહી સમગ્ર પંચનામા સહિતની કાનૂની વિધિ સંપન્ન કરાવી હતી. સુરત પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને નશાબંધીના કાયદાના કડક અમલ માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જપ્ત મુદ્દામાલનો નિયમાનુસાર નિકાલ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવાનો મક્કમ સંદેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના સામેત્રામાં પ્રદૂષણ ફેલાવતી પેપર મિલને જીપીસીબીએ બંધ કરાવી:ગ્રામજનોના રસ્તા રોકો આંદોલન બાદ તંત્ર હરકતમાં;હાઈકોર્ટમાં અપીલ ફગવાતાં ક્લોઝર હુકમનો કડક અમલ
    Next Article
    નખત્રાણા તાલુકા પ્રમુખે આંગણવાડીના બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો:ભૂલકાઓ વચ્ચે વિતાવેલી ક્ષણો સાથે સેવાભાવનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment