Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર હાઈ-વે પર વરતેજ પોલીસનો સપાટો:વાહન ચેકિંગમાં ‘વિકી ઉર્ફે જોકર’ 212 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો, સિહોરના સપ્લાયર સહિત બે સામે NDPS હેઠળ ગુનો

    1 day ago

    ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે નશાના કારોબાર સામે લાલઆંખ કરીને એક મોટી સફળતા મેળવી છે. ભાવનગર-રાજકોટ હાઈવે પર નિયમિત વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા ભાવનગરના એક શખ્સને અટકાવી તેની તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન શખ્સના થેલામાંથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે સ્થળ પરથી ગાંજો અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી, આ જથ્થો સપ્લાય કરનાર સિહોરના અન્ય એક શખ્સ સહિત બંને વિરૂદ્ધ નાર્કોટીક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ મથક સામે જ વાહન ચેકિંગ દરમિયાન ‘જોકર’ પકડાયો બનાવની વિગતો અનુસાર, વરતેજ પોલીસ મથકનો સ્ટાફ ભાવનગર-રાજકોટ રોડ પર પોલીસ સ્ટેશનની બિલકુલ સામે સઘન વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત હતો. આ દરમિયાન એક યુવક પોતાના મોટરસાઇકલ (બાઇક નંબર GJ.04.EH-5999) પર શંકાસ્પદ ગતિવિધિ સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને અટકાવીને નામ-સરનામું પૂછતા તેણે પોતાનું નામ વિકી ઉર્ફે જોકર સંજયભાઈ મકવાણા (ઉં.વ. 21, રહે. ઈન્દીરાનગર, વણકર વાસ, ભાવનગર; મૂળ રહે. મહાકાળી ચોક, સિદસર) હોવાનું જણાવ્યું હતું. થેલામાંથી મળ્યો ₹10,600નો ગાંજો, કુલ ₹40,600નો મુદ્દામાલ જપ્ત પોલીસે શંકાના આધારે વિકી ઉર્ફે જોકરની અને તેના બાઇકની સઘન તલાશી લીધી હતી. આ દરમિયાન તેના કબજામાં રહેલા એક થેલામાંથી કેફી વનસ્પતિજન્ય પદાર્થ એવો 212 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 10,600 અંકાયા છે. વરતેજ પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને રૂપિયા 10,600ની કિંમતનો ગાંજો, રૂપિયા 20,000ની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક અને રૂપિયા 10,000ની કિંમતનો એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 40,600નો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જ જપ્ત કર્યો હતો. પૂછપરછમાં સિહોરના ડ્રગ સપ્લાયરનું નામ ખૂલ્યું પોલીસ કસ્ટડીમાં લેવાયેલા આરોપી વિકીની જ્યારે કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે નશાના આ કાળા કારોબારના છેડા ક્યાં જોડાયેલા છે તેનો ખુલાસો કર્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે આ વેચાણ માટે લાવેલો ગાંજાનો જથ્થો તે સિહોરના રામનગર વિસ્તારમાં રહેતા દિલીપ સોલંકી નામના શખ્સ પાસેથી ખરીદીને લાવ્યો હતો. આ કબૂલાતના આધારે વરતેજ પોલીસે મુખ્ય પેડલર વિકી ઉર્ફે જોકર અને માલ સપ્લાય કરનાર દિલીપ સોલંકી બંને વિરૂદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર થઈ ગયેલા દિલીપને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફરી મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો!:જૂનમાં મોંઘવારી વધી 4.38% પર પહોંચી, RBIનાં ટાર્ગેટને પાર; ખાદ્ય ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો
    Next Article
    ખેરવા ગામે ભરબપોરે સનસનાટીભરી લૂંટ:ચોકમાં જ વેપારીની આંખમાં મરચું નાખી, દોઢ ફૂટનો છરો હાથની આરપાર ભોંકી રૂ 1.50 લાખ અને 10 તોલા દાગીના લૂંટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment