Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં પત્રકાર હોવાનું કહી રેશન દુકાનદારને ધમકાવ્યો:21000ની ખંડણી માંગનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા, કાર પણ જપ્ત

    18 hours ago

    તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસેથી ખંડણી માંગવાના આરોપસર સુરતના એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા હતા. આરોપીઓ સુરતથી પીઠાદરા ગામની સરકારી સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતા. તેમણે દુકાન સંચાલકને જણાવ્યું કે તેમને સરકારી અનાજ ઓછું આપવા અંગે હેડ ઓફિસમાં અરજી મળી છે. તેમણે સંચાલકને ઇન્ટરવ્યુ આપવા અથવા ₹21,000 આપવાની ધમકી આપી હતી. સંચાલકે તેમની પાસે ઓળખપત્ર (આઈકાર્ડ) માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ આઈકાર્ડ આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી રવાના થવા લાગ્યા હતા. શંકા જતાં સંચાલક તાત્કાલિક ડોલવણ પોલીસ મથકે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની સ્વિફ્ટ કાર પણ જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સુરત શહેરના નરેન્દ્ર મદનમોહન સિંહ, સપનાસિંઘ રાજપૂત અને હિરેન મેહતાનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય કથિત પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું તેમણે અગાઉ પણ કોઈ પાસેથી ખંડણી ઉઘરાવી છે કે અન્ય કોઈને ધાકધમકી આપી છે.
    Click here to Read More
    Previous Article
    LCBએ 29 હજાર લિટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપ્યો:વાંકાનેરના ભલગામ પાસે ગેરકાયદે ટ્રકોમાં ઇંધણ તરીકે વેચાતું, ₹48.33 લાખનો મુદ્દામાલ જપ્ત, 5ની ધરપકડ
    Next Article
    Iran USA Israel War Breaking News LIVE | 7 વાગ્યે જુઓ યુદ્ધના તમામ મોટા સમાચાર | Trump | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment