Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડ મામલે ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR:નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5ના મોત, 5 ગામના 20 લોકોને અસર

    18 hours ago

    ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 4ના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે, જ્યારે એકનું મોત શંકાસ્પદ છે. આમ કુલ 5ના મોત થયા છે. જ્યારે 5 ગામના 22 લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઇકાલે(18 ઓગસ્ટ) મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મિટિંગ કર્યા બાદ SMCને(સ્ટેટ મોનિટરિંગ સેલ) તપાસ સોંપી હતી. ત્યાર બાદ SP મયુરસિંહ ચાવડા તાબડતોબ ભાવનગર દોડી ગયા. નકલી દારૂ મામલે આખરે વરતેજ પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે BNSની વિવિધ કલમો તેમજ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. ભાવનગર જિલ્લા કલેકટર મનીષકુમાર બંસલે કહ્યું, 22માંથી 18 સારવાર હેઠળ છે. જેમાં 2ની હાલત ગંભીર છે. 4 ICUમાં અને 2 વેન્ટિલેટર પર છે અને 10 લોકો એવા છે જે સ્ટેબલ છે. અમે અપીલ કરીએ છીએ કે છેલ્લા 2-4 દિવસમાં જેણે આ પ્રકારની રોયલ સ્ટેગ બ્રાન્ડનું સેવન કર્યું છે. તેને લક્ષણો હોય કે ન હોય તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. જેમાં 15 પેટી જપ્ત કરાઈ અને બાકીની 13 પેટીઓ જપ્ત કરવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. પોલીસે અલગ અલગ 15 ટીમો બનાવી ગત રાત્રિથી અત્યાર સુધીમાં બુટલેગર, સપ્લાયર સહિતના 13 વ્યક્તિની અટકાયત કરી છે. તપાસ દરમિયાન નકલી દારૂ બનાવનાર પરપ્રાંતીયો હોવાનું જાણવા મળતા પોલીસે તેને ડિટેઇન કરવા અંગે તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કુલ 5 મોતમાંથી 2 શંકાસ્પદ છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે તો બીજાના પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે. ધોલેરામાં પણ બે પેટી દારૂ આપ્યો હતો ભાવનગરના જ બુટલેગરે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તાર ધોલેરાના બુટલેગરને બે પેટી દારૂ આપ્યો હતો. ગ્રામ્ય પોલીસે તાત્કાલિક બંને દારૂની પેટીઓ રિકવર કરી છે. પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને અમદાવાદ ગ્રામ્યના તમામ 500 ગામના સરપંચોની સાથે મિટિંગ કરી હતી. કોઈપણ રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂનું સેવન ના કરે તે માટે અપીલ કરી હતી. મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય પોલીસે 200થી વધુ દારૂના કેસ કર્યા છે. પરપ્રાંતીયો વરતેજમાં ગૌતમના ઘરે દારૂ બનાવતા હતા નકલી દારૂ મામલે ભાવનગર પેરોલફ્લોની એક ટીમને મધ્યપ્રદેશ રવાના કરી હતી. મધ્યપ્રદેશથી પરપ્રાંતીયો વરતેજમાં ગૌતમના ઘરે દારૂ બનાવવા આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. મુખ્ય આરોપી રઈસ ઉજ્જૈનનો રહેવાસી ભાવનગર લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ ઉજ્જૈનનો રહેવાસી છે. દારૂનું કારખાનું ભાવનગરથી જ પકડાયું છે. રઈસ દ્વારા જ દારૂ બનાવાયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મિથાઈલની વધુ માત્રાવાળા દારૂની 27થી 28 પેટીઓ બનાવી જેમાંથી 7 પેટીઓનો દારૂ કોને કોને પહોંચ્યો એની તપાસ ચાલુ છે. રઈસ અને તેની સાથેના તમામ આરોપીઓની તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદથી ડૉક્ટર્સની ટીમો જેમાં નેફ્રોલોજીસ્ટ છે એમને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસ એક્શનમાં, 5 તસવીરમાં પોલીસ ભરતીમાં સિલેકટ થતા મિત્રોને દારૂ પાર્ટી આપી હતી ખરકડી ગામે રહેતા વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેકટ થતા તેઓએ તેના મિત્રો ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદિપસિંહ ગોહિલ, જયદિપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપતા ચારેય મિત્રો પૈકી જયદિપસિંહ સિવાયના ત્રણ વ્યક્તિએ રોયલ સ્ટેગ દારૂનું સેવન કર્યું હતું જે પૈકી ઉપેન્દ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. અને વિશ્વરાજસિંહ ગોહિલને ગંભીર હાલતમાં અર્હમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પોલીસ તપાસ દરમિયાન આલ્કોહોલમાં મિથેનોલ અથવા તો ઇથેનોલ વધુ પ્રમાણમાં ભળી જવાથી આવી અસર થઇ હોવાનું ખુલવા પામ્યું હતું. હાલમાં 20 લોકો સારવાર હેઠળ: SDM SDM અક્ષર વ્યાસે જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજે ઉપેન્દ્રસિંહ ગોહિલ અને કાર્તિક મકવાણાના મોત થયા હતા. મૂળ ઈન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવ વેદ ICUમાં દાખલ હતા તેમનું પણ મોત થયું હતું. મૃતકે અમદાવાદથી ટ્રાવેલ કર્યું હતું એટલે કયા આધારે મોત થયું તે પોલીસ તપાસનો વિષય છે. 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.24) અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય અજાણ્યા 4 શખસ અલગ અલગ જગ્યાએ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ડુપ્લીકેટ 'રોયલ સ્ટેગ' દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેઈન કર્યા છે. મૃતકના ભાઈએ કહ્યું- દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર બરવાળા લઠ્ઠાકાંડ 4 વર્ષ પહેલાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલા પણ હતી. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Kashmir पर CM Omar Abdullah का बड़ा बयान! Sibbalभी हुए खुश। Sergio Gor Kashmir Visit | Kanwal Sibal
    Next Article
    કબુતરબાજીના કેસમાં પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર જેકોબ માર્ટિન નિર્દોષ જાહેર:દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ-1નો ચૂકાદો, 22 વર્ષની કાનૂની લડાઈનો અંત આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment