Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં અજબ પ્રેમની ગજબ કહાની:21 વર્ષના પ્રેમીએ 44 વર્ષની પરિણીત પ્રેમિકાને અન્ય પ્રેમી સાથે રંગેહાથ પકડી માર માર્યો!

    10 hours ago

    રાજકોટમાં અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. જેમાં 21 વર્ષના પ્રેમીએ 44 વર્ષની પરિણીત પ્રેમિકાને અન્ય પ્રેમી સાથે રંગેહાથ ઝડપી પાડી હતી. જે બાદ પ્રેમીએ પ્રેમિકાને માર મારતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રેમિકાને માર માર્યા બાદ લિવઇનમાં રહેતો પ્રેમી પોતે તેને હોસ્પિટલ લાવ્યો હતો અને તેની સાથે તે પ્રેમિકાનો પતિ પણ હાજર હતો. પ્રેમી, પ્રેમિકા અને તેનો પતિ ત્રણેય એક જ ઘરમાં સાથે રહેતા હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના એરપોર્ટ રોડ પર રહેતી 44 વર્ષની એક પરિણીતા સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી. તેણીને તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતાં 21 વર્ષના પ્રેમીએ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી તબીબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેણીને હોસ્‍પિટલે તેનો પ્રેમી જ લાવ્‍યો હતો અને સાથે પતિ પણ હાજર હતો. આ અંગે પ્રેમીએ કહ્યું હતું કે, હું જ્‍યાં નોકરી કરું છુ એ દુકાન સામે જ આ પરિણીતા અને તેનો પતિ રહે છે. તેને સંતાન નથી. મારે પરિણીતા સાથે પરિચય થયા બાદ પ્રેમ થઇ જતાં અમે બંને લિવ ઇનમાં કેટલાક મહિનાથી રહીએ છીએ. આ સામે તેણીના પતિને વાંધો ન હોઇ પતિ પણ ભેગા જ રહે છે. રવિવારે બપોરે હું દુકાનેથી કામ માટે અચાનક ઘરે પહોંચ્‍યો ત્‍યારે બહાર તાળુ હતું. પણ અંદર કોઇ હોવાની શંકા ઉપજતાં હું અગાસી પરથી થઇને ઘરમાં પહોંચ્યો તો 44 વર્ષની પ્રેમિકા તેના કોઇ નવા જ પ્રેમી સાથે રંગેહાથ પકડાઈ ગઇ હતી. જેથી મેં તેણીને અને તેના પ્રેમીને એમ બંનેને માર માર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગૌહાટી હોટેલમાં શૂટઆઉટ, 4નાં મોત:મૃતકોમાં એક મહિલા, રિસેપ્શન પાસે મૃતદેહો પડેલા મળ્યા
    Next Article
    Jamnagar News | જામનગર જિલ્લાના ખેડૂતોએ પણ સરકારના નિર્ણયને આવકાર્યો | Farmers | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment