Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગ, મૃત્યુઆંક વધીને 21 થયો:હોટલમાં રોકાયેલા ઘણા વિદેશીઓ પણ માર્યા ગયા; 37 લોકોને બચાવી લેવાયા

    8 hours ago

    દિલ્હીના માલવીયા નગરમાં બુધવારે સવારે લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયા છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS) અનુસાર, સવારે 8.50 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. બિલ્ડિંગમાંથી અત્યાર સુધીમાં 37 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બેઝમેન્ટમાંથી પણ 6થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત ગંભીર છે, મૃત્યુઆંક વધી શકે છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ બિલ્ડિંગમાં લાગેલી આગ બુઝાવી હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે 6 માળની છે. સવારે 8.51 વાગ્યે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે ત્યાંનો કાચ તોડવામાં આવ્યો ત્યારે આગ બેઝમેન્ટ તરફ ફેલાઈ ગઈ હતી. અહીં ફ્લોરિસ સ્ટે હોટેલ કાર્યરત હતી. અહીં મોટાભાગના વિદેશીઓ રોકાયા હતા અહીં હોટલના બેઝમેન્ટમાં એક રેસ્ટોરન્ટ હતી. સ્થાનિક રહેવાસીઓના મતે, પાંચ માળની આ હોટલમાં લગભગ 25 રૂમ હતા જેમાં 50 થી વધુ લોકો રોકાયા હતા. તેમાં મોટાભાગના વિદેશીઓ હતા જેઓ બહારથી સારવાર કરાવવા આવ્યા હતા. જ્યારે હોટલમાં આગ લાગી ત્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા. કહેવાય છે કે મૃત્યુ પામેલા તમામ લોકો હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના એટેન્ડન્ટ હતા. દિલ્હી રેસ્ટોરન્ટમાં લાગેલી આગની ઘટનાની પળેપળની માહિતી માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    બંગાળ- બળવાખોર બંને TMC ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા:59 ધારાસભ્યો સાથે હોવાનો દાવો, સ્પીકરને મળી શકે છે, TMC સિમ્બોલની માંગ
    Next Article
    Delhi Hotel Fire News Live | દિલ્હીની હોટલમાં ભીષણ આગ, 10નાં મોત | Fire | Fire Brigade | Rescue

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment