Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાત્રોને જીવનારી એક અદાકારા: મેરિલ સ્ટ્રીપ:નાટક પ્રત્યેનો પ્રેમ અભિનયની દુનિયામાં ખેંચી લાવ્યો, 21 વખત નોમિનેશન અને 3 વખત ઓસ્કાર એવોર્ડ જીત્યા

    21 hours ago

    અભિનેતા અમિતાભ બચ્ચન વિશે એવું કહેવાય છે કે, ફિલ્મોમાં આવતા પહેલા એમણે આકાશવાણી રેડિયોમાં ઉદઘોષક માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ત્યારે યોગ્ય અવાજ ના હોવાને કારણે એ નોકરી માટે એમને નકારવામાં આવ્યા હતા. અત્યારે જેમનો અવાજ, ઉચ્ચાર, લહેકો અને ગુણવત્તા અન્ય માટે પાઠશાળા સમાન છે, એ અમિતાભને અવાજના કારણે કોઈ નોકરી ના મળે એ માનવામાં ના આવે તેવી વાત છે. કલા ક્ષેત્રે દંતકથાઓ કદાચ આ નકારમાંથી જ જન્મતી હશે. એવું અમિતાભ બચ્ચન અને બીજા કેટલાય કલાકારો વિશે તો સાચું લાગે જ છે, જો કે અત્યારે પણ જેના સૌંદર્ય, ઠસ્સો, ફેશન સેન્સ, વ્યક્તિત્વ અને અભિનય તો ખરો જ , જેના માટે જે વિશ્વભરની અભિનેત્રીઓની આદર્શ છે એવી, હોલિવુડ અદાકારા મેરિલ સ્ટ્રીપ પણ એક વખત એમના દેખાવને કારણે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ મેળવતા અટકી ગયેલા એ વિચારીને વધારે આઘાત લાગે. 'ધ ડેવિલ વેર્સ પ્રાડા'ની સિક્વલમાં કામ કર્યું 2006માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'ધ ડેવિલ વેર્સ પ્રાડા' ફેશન ઇન્ડસ્ટ્રી પર આધારિત સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મોમાંની એક ગણાય છે. લેખિકા લોરેન વાઈસબર્ગરની નવલકથા પરથી બનેલી આ ફિલ્મમાં મિરાન્ડા પ્રિસ્ટલી નામની શક્તિશાળી અને કડક ફેશન મેગેઝીન એડિટરનું પાત્ર ભજવનાર મેરિલ સ્ટ્રીપ, અત્યારે 2026માં એ ફિલ્મની સિક્વલ આવી ત્યારે પણઅન્ય બે સહ-અભિનેત્રીઓ એન હેથવે અને એમિલી બ્લન્ટ કરતા વધારે ચર્ચામાં હતી. અનેક નાટકોમાં અભિનય કર્યો અને ઊંડી તાલીમ મેળવી જીવતે જીવ લેજન્ડ તરીકે ઓળખાનાર મેરિલ સ્ટ્રીપનો જન્મ 22 જૂન, 1949ના રોજ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં મેરી લુઈઝ સ્ટ્રીપ તરીકે થયો હતો. સંગીત અને અભિનય જેમને કદાચ ગળથુથીમાંથી જ મળ્યું હશે, બાળપણથી જ તેઓ સંગીત અને નાટ્યકલામાં ખૂબ રસ ધરાવતા હતા. શરૂઆતમાં મેરિલ ગાયિકા બનવાનું વિચારી રહ્યા હતા, પરંતુ નાટક પ્રત્યેનો પ્રેમ તેમને અભિનયની દુનિયામાં ખેંચી લાવ્યો. અને પછી તો વિશ્વપ્રસિદ્ધ યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમણે અનેક નાટકોમાં અભિનય કર્યો અને અભિનયની ઊંડી તાલીમ મેળવી. પણ એમની અભિનય માટેની ક્ષમતાને યેલ યુનિવર્સિટી કે બીજા કોઈ પણ માધ્યમો નાના જ પડવાના હતા. અને માટે જ કોઈએ 1977માં આવેલી ફિલ્મ 'જુલિયા' માટે એમનું સજેસ્ટ કર્યું અને પછી જે થયું એ તો ઇતિહાસ અને ભવ્ય વર્તમાન બંને છે. ઓસ્કાર માટે 21 વખત નોમિનેશન અને 3 વખત એકેડેમી એવોર્ડ્સ હોલીવુડના ઇતિહાસમાં સૌથી વધુ સન્માન ધરાવતા ઓસ્કાર એવોર્ડ્સ માટે 21 વખત નોમિનેશન અને 3 વખત એકેડેમી એવોર્ડ્સ મેળવનાર મેરિલને તેમની પ્રથમ મોટી સફળતા 1978ની ફિલ્મ 'ધ ડિયર હન્ટર'થી મળી. આ ફિલ્મમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે તેમને પ્રથમ વખત ઓસ્કાર નોમિનેશન મળ્યું. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. પાત્રમાં સંપૂર્ણ રીતે સમાઇ જાય છે 'ક્રેમર વર્સીસ ક્રેમર', 'સોફીઝ ચોઇસ' અને 'ધ આયર્ન લેડી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર મેળવીને ઓસ્કારની દુનિયામાં અમર થઈ જનાર મેરિલ સ્ટ્રીપની સૌથી મોટી વિશેષતા તેમની પાત્રમાં સંપૂર્ણ રીતે સમાઈ જવાની ક્ષમતા છે. તેઓ માત્ર સંવાદ બોલતા નથી, પરંતુ પાત્રને જીવે છે. કોઈ પણ પાત્ર માટે તેઓ મહિનાઓ સુધી ઊંડું સંશોધન કરે છે. પાત્ર અનુસાર ઉચ્ચાર, બોલી અને લહેકો મેરી લુઈઝ સ્ટ્રીપ તરીકે જન્મનાર મેરિલ સ્ટ્રીપ આપણી બોલીવુડ અભિનેત્રી તબુની જેમ કોઈ પણ પાત્ર અનુસાર ઉચ્ચાર, બોલી અને લહેકો બદલી શકે છે. એમણે અલગ-અલગ 20થી વધુ લહેકા વાળી ફિલ્મોમાં અભિનય કરીને સાબિત કર્યું છે કે, અભિનય ક્ષમતા, પાત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સતત શ્રેષ્ઠતા તેમને અન્ય તમામ કલાકારોથી અલગ બનાવે છે. કોઈપણ પાત્રમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જતા મેરિલ સ્ટ્રીપની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ કોઈપણ પાત્રમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જાય છે. રોમેન્ટિક ડ્રામા, ઐતિહાસિક ફિલ્મ, કોમેડી કે ગંભીર સામાજિક વિષય હોય, તેઓ દરેક પ્રકારના પાત્રને જીવંત બનાવી દે છે. તેમની ભાષા, ઉચ્ચારણ અને હાવભાવ પરની પકડ એટલી મજબૂત છે કે દર્શકો ઘણીવાર અભિનેત્રીને ભૂલીને માત્ર પાત્ર જ જુએ છે, જે બનવું બહુ સામાન્ય બાબત નથી હોતી. આ કલા જન્મથી ક્યાં તો હોય, ક્યાં તો ના પણ હોય. અને મેરિલ સ્ટ્રીપે વિવિધ દેશોના ઉચ્ચારણો અને ભાષાઓમાં અભિનય કરીને પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી છે. તેઓ માત્ર એક અભિનેત્રી જ નહીં, પરંતુ નવી પેઢીના કલાકારો માટે ઉત્તમ પ્રેરણાસ્ત્રોત પણ છે. 'ધ ડેવિલ વેર્સ પ્રાડા' સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મ 'ધ ડેવિલ વેર્સ પ્રાડા' ફેશન ઇન્ડસ્ટ્રી પર આધારિત સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મોમાંની એક ગણાય છે. લેખિકા લોરેન વાઈસબર્ગરની નવલકથા પરથી બનેલી આ ફિલ્મમાં મેરિલ સ્ટ્રીપે મિરાન્ડા પ્રિસ્ટલી નામની શક્તિશાળી અને કડક ફેશન મેગેઝીન એડિટરનું પાત્ર ભજવ્યું હતું, અને અત્યારે મિરાન્ડા પ્રીસ્ટલીનું પાત્ર એક કલ્ટ બની ગયું છે, જે અત્યારે કેટલીય અદાકારાઓને એક સારી કલાકાર બનવા માટે સતત પ્રેરણા આપે છે. અનેક યાદગાર ફિલ્મોમાં એમણે અભિનય કર્યો ડેવિલ વેર્સ પ્રાડા જ નહિ પણ, 'ક્રેમર વર્સીસ ક્રેમર', 'સોફીઝ ચોઇસ', 'આઉટ ઓફ આફ્રિકા', 'ધ બ્રિજિસ ઓફ મેડિસન કાઉન્ટી' (આ લખનારની અંગત પસંદની ફિલ્મ), 'મામા મિયા!' અને 'ધ આયર્ન લેડી' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં એમણે અભિનય કર્યો છે. અને કોઈ નકલ ના કરી શકે તેવી આગવી શૈલીથી એક્ટિંગ કરીને મેરિલ સ્ટ્રીપ માત્ર એક અભિનેત્રી જ નહીં, પરંતુ હોલિવૂડ અને વૈશ્વિક સિનેમા માટે હવે ગુણવત્તા અને શ્રેષ્ઠતાના પ્રતીક તરીકે કાયમી સ્થાન પામી ચૂક્યા છે. સોફિઝ ચોઇસમાં નાઝી અત્યાચારનો ભોગ બનેલી એક પોલિશ મહિલાના પાત્રમાં એમનો જીવંત અભિનય, ધ ડેવિલ વેર્સ પ્રાડા ફિલ્મમાં ફેશન મેગેઝિનની કડક અને પ્રભાવશાળી એડિટર મિરાન્ડા પ્રિસ્ટલીના પાત્રમાંનો એમનો અભિનય એવો સક્ષમ છે કે આજે આ પાત્ર લોકપ્રિય સંસ્કૃતિનો ભાગ બની ગયું. અને ધ આયર્ન લેડી (2011) ફિલ્મમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચરના પાત્ર માટે મેરિલ સ્ટ્રીપે મહિનાઓ સુધી તૈયારી કરીને માર્ગારેટ થેચરના અવાજ, ચાલવાની રીત અને હાવભાવનું એટલું સચોટ અનુસરણ કર્યું કે તેમને ત્રીજો ઓસ્કાર મળ્યો. પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે સાબિત કર્યું છે કે શ્રેષ્ઠ અભિનય માટે માત્ર પ્રતિભા જ નહીં, પરંતુ સતત મહેનત અને પાત્ર પ્રત્યેનું સમર્પણ પણ ખૂબ જરૂરી છે. એક સમયે વકીલ બનવાની ઈચ્છા ધરાવતા મેરિલ સ્ટ્રીપ આગળ ભણવા લો સ્કૂલમાં જવા માંગતા હતા, પણ લો સ્કૂલ માટેના ઇન્ટરવ્યુની સવારે વધુ પડતી ઊંઘ આવી જતા, ઇન્ટરવ્યુ અને લો સ્કૂલ બંને માટેનો મોકો ચુકી ગયા. એક પ્રેરણાદાયક જીવતી વાર્તા મેરિલ હવે વકીલ જ નહિ પરંતુ અવનવા, રસપ્રદ પાત્રો એટલી સહજતાથી અને કુશળતાથી ભજવે છે કે, તેઓ માત્ર એક અભિનેત્રી જ નહીં પરંતુ નવી પેઢીના કલાકારો જ નહિ પણ, વિશ્વભરના ફિલ્મ રસિયાઓ માટે એમની જ ફિલ્મ 'ધ ડેવિલ વેર્સ પ્રાડા' ના પાત્ર મિરાન્ડા પ્રીસ્ટલીની જેમ સફળતા, મહત્ત્વાકાંક્ષા અને વ્યક્તિગત જીવન વચ્ચેના સંતુલનની એક પ્રેરણાદાયક જીવતી વાર્તા બની ગયા છે.
    Click here to Read More
    Previous Article
    માથું કાપવાના પ્રયાસ બાદ આયર્લેન્ડ-બ્રિટનમાં ફાટી નીકળેલા રમખાણો:પ્રદર્શનકારીઓના નિશાના પર પ્રવાસીઓ, ઘરો-દુકાનો લૂંટાઈ; ગાડીઓમાં આગ લગાવાઈ
    Next Article
    Weather Today Highlights: High Speed Winds Hit Delhi, But Temperatures Continue To Soar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment