Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા ચૂંટણીમાં યુવા જોશનો શંખનાદ:કોંગ્રેસમાંથી 21 વર્ષના સોહેલ સાયકલવાલા અને 23 વર્ષની અપેક્ષા વૈષ્ણવે મેદાનમાં ઝંપલાવતા રાજકીય ગરમાવો

    2 days ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ આ વખતે અત્યંત રોમાંચક બની રહ્યો છે. શહેરના રાજકીય ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવી ઘટનામાં, આ વખતે પ્રસ્થાપિત દિગ્ગજોની સામે કોંગ્રેસમાંથી બે યુવા ચહેરાઓએ મેદાનમાં ઝંપલાવ્યું છે. વૉર્ડ નંબર 26માંથી 23 વર્ષીય અપેક્ષા રતિલાલ વૈષ્ણવ અને વૉર્ડ નંબર 19 માંથી 21 વર્ષીય સોહેલ સાયકલવાલાએ ઉમેદવારી નોંધાવીને સાબિત કરી દીધું છે કે, લોકશાહીના આ પર્વમાં હવે નવી પેઢી નેતૃત્વ લેવા માટે સજ્જ થઈ ચુકી છે. 23 વર્ષની નાની ઉંમરે હિંમત મતદારોમાં ચર્ચાનો વિષય બની વૉર્ડ નંબર 26 ના ઉમેદવાર અપેક્ષા વૈષ્ણવની વાત કરીએ તો, બી.કોમ. સુધી શિક્ષિત અપેક્ષા પોતાની નિડરતા અને સામાજિક કાર્યો માટે જાણીતી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ગ્રાઉન્ડ લેવલ પર વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને લોકોના પ્રશ્નો વાચા આપી રહ્યા છે. એક મહિલા ઉમેદવાર તરીકે અને ખાસ કરીને 23 વર્ષની નાની ઉંમરે તેમની આ હિંમત મતદારોમાં ચર્ચાનો વિષય બની છે. તેઓ માત્ર સ્ત્રી સશક્તિકરણની વાતો નથી કરતા, પરંતુ વૉર્ડના પાયાના પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી અને શિક્ષણના મુદ્દે લડવા માટે એક જુઝારુ નેતા તરીકે ઉભરી આવ્યા છે. કોર્પોરેશનમાં પારદર્શક વહીવટ લાવવા માટે યુવાનોનો અવાજ ગૃહમાં પહોંચવો અનિવાર્ય બીજી તરફ, વોર્ડ નંબર 19માંથી ઉમેદવારી નોંધાવનાર 21 વર્ષીય સોહેલ સાયકલવાલા આ ચૂંટણીના સૌથી યુવા ચહેરાઓમાંના એક છે. સુરત યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી રહેલા સોહેલ પાસે સંગઠનનો બહોળો અનુભવ છે અને તેઓ સુરત કોંગ્રેસના દિગ્ગજ નેતા અસલમ સાયકલ વાળાના પુત્ર છે. લાંબા સમયથી પક્ષની ગતિવિધિઓમાં સક્રિય હોવાને કારણે યુવાનોમાં તેમની મજબૂત પકડ જોવા મળે છે. સોહેલનું માનવું છે કે, કોર્પોરેશનમાં આધુનિક ટેકનોલોજી અને પારદર્શક વહીવટ લાવવા માટે યુવાનોનો અવાજ ગૃહમાં પહોંચવો અનિવાર્ય છે. રાજકીય ગલીયારીઓમાં બદલાવને ખૂબ જ હકારાત્મક ગણાવી રહ્યા છે. સામાન્ય રીતે જે ચૂંટણીઓમાં અનુભવી અને મોટી ઉંમરના નેતાઓનું વર્ચસ્વ રહેતું હોય છે ત્યાં અપેક્ષા અને સોહેલ જેવા ઉમેદવારોની એન્ટ્રીથી પ્રચારની રીત અને મુદ્દાઓ પણ બદલાયા છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન-અમેરિકા વાટાઘાટોના બીજા રાઉન્ડને પણ 2 કલાક થયા:પહેલો રાઉન્ડ 2 કલાક ચાલ્યો, ઈરાને લેબનોન પર તાત્કાલિક હુમલા રોકવાની માગ કરી
    Next Article
    જૂનાગઢ ભાજપમાં ટિકિટ ફાળવણીમાં મન'સુખ'માં છબરડો:લિસ્ટમાં નામ હોવા છતાં મનસુખ વઘેરાને ફોર્મ ન ભરવા દીધું, અનિચ્છાએ બીજા મનસુખભાઈ પાસે ઉમેદવારી કરાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment