Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા:બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી; છેલ્લી 21માંથી 19 ચૂંટણીમાં રાષ્ટ્રપતિની પાર્ટી હારી; ટ્રમ્પે કહ્યું- હવે હું રાજકીય પંડિત બનીશ

    1 day ago

    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં 51 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. જ્યારે, હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ પાર્ટીએ 200થી વધુ બેઠકો જીતી છે. ચૂંટણીનાં પરિણામો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે હવે તેઓ રાજકીય પંડિત બનશે. તેઓ ચૂંટણીમાં ઉમેદવારોની જીત અને હારનાં કારણો અંગે પોતાનો અભિપ્રાય આપશે. હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ હાઉસમાં કુલ 435 બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. પ્રારંભિક વલણોમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી 203 બેઠકો પર આગળ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 108 બેઠકો પર આગળ છે. સેનેટ સેનેટની 100 બેઠકોમાંથી 35 પર ચૂંટણી યોજાઈ છે. આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 23 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ 15 અને રિપબ્લિકન પાર્ટીએ 8 બેઠકો જીતી છે. બાકીની 12 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. આ પરિણામોને જોડીને ડેમોક્રેટિક પાર્ટી પાસે 51 અને રિપબ્લિકન પાર્ટી પાસે 39 બેઠકો છે. સેનેટમાં બહુમતી માટે 51 બેઠકોની જરૂર હોય છે. એટલે કે ડેમોક્રેટ્સે બહુમતી હાંસલ કરી છે. ગવર્નર કુલ 36 બેઠકોમાંથી 14 રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. 10 ડેમોક્રેટ્સ અને 4 રિપબ્લિકનોએ બેઠકો જીતી છે. બાકીનાં રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં 'રામાયણ'નું ગ્રાન્ડ સ્ક્રીનિંગ:આલિયા પતિ રણબીરને સપોર્ટ કરવા પહોંચી, રવિ દુબે સની દેઓલને પગે લાગ્યો; જુઓ PHOTOS
    Next Article
    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા, હવે 53 દેશમાં તબાહી!:100માંથી 63 લોકોએ કહ્યું ખેલ ખતમ, હાર-જીતની ભારત પર પાંચ મોટી અસર થશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment