Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામનો પ્રેમ, 21 વર્ષની યુવતીએ 17 વર્ષના સગીરને ભગાડ્યો:MPની ‘મીના’ વિરપુરથી ‘રાજુ’ને મુંબઈ બાદ સુરત લાવી; રેલવે સ્ટેશનથી ઝડપાયાં; સાથે જીવવા-મરવાની કસમો પણ ખાધી

    1 day ago

    કહેવાય છે કે ‘પ્રેમ આંધળો હોય છે’! આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. એક મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી અને રાજકોટના વિરપુરનો 17 વર્ષનો સગીર ઇન્સ્ટાગ્રામથી પ્રેમમાં પડ્યા હતાં. ગળાડૂબ પ્રેમ બન્નેએ સાથે જીવવા-મરવાની કસમો પણ ખાઈ હતી. હદ તો ત્યારે થઈ જ્યારે યુવતી સગીરને ભગાડીને સુરત પહોંચી ગઈ. કાયદાની મર્યાદા ઓળંગીને ભાગેલા બન્ને પ્રેમી પંખીડાને સુરત રેલવે પોલીસની શી-ટીમે ઝડપી પાડ્યાં હતાં. સોશિયલ મીડિયા પર પ્રેમ પાંગર્યો ને ભાગ્યાં મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી મીના (નામ બદલ્યું છે) અને રાજકોટના વિરપુરનો 17 વર્ષીય સગીર રાજુ (નામ બદલ્યું છે) વચ્ચે દોઢ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી. બન્ને રોજ એકબીજા સાથે સુખ-દુઃખ ભરી વાતો કરતા હતાં. આ મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં પરિણમી હતી અને બંનેએ સાથે જીવવા-મરવાના કસમો ખાઈ લીધી હતી. લગ્ન કરવાની અધીરાઈમાં કાયદાથી ઉપર જઈને 6 માર્ચના રોજ યુવતી સગીરને ભગાડી ગઈ હતી. બન્ને સુરત રેલવે સ્ટેશન પર ઝડપાઈ ગયાં આ વચ્ચે સગીર ઘરે ન મળતા તેના પરિવારે પોલીસમાં જઈ આ બાબતે જાણ કરી હતી. પોલીસે અપહરણની ફરિયાદની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. આ વચ્ચે જાણવા મળ્યું કે, સગીરને એક મધ્યપ્રદેશની યુવતી ભાગાડી ગઈ છે અને બન્ને સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગયાં છે. કેવી રીતે શી-ટીમે બન્નેને ઓળખી કાઢ્યાં? સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. મીઠાપરાના માર્ગદર્શન હેઠળ વુમન એ.એસ.આઈ. મનિષા મધુકર અને તેમની શી-ટીમ પ્લેટફોર્મ નં-1 પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જનરલ વેઇટિંગ રૂમમાં એક યુવતી અને સગીર ગભરાયેલી હાલતમાં બેઠેલા જણાતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું કે સગીર રાજુ ગુમ થતા તેના પરિવારે વિરપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. સુરત રેલ્વે પોલીસે તાત્કાલિક વિરપુર પોલીસનો સંપર્ક કરી વિગતો મેળવી હતી. પરિવાર સાથે મિલન અને પોલીસ કાર્યવાહી 9 માર્ચે મોડીરાત્રે વિરપુર પોલીસના મહિલા એ.એસ.આઈ. નેહાબેન અને પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ સુરત આવી પહોંચ્યા હતા. સુરત રેલવે પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી સગીર અને યુવતીનો કબજો વિરપુર પોલીસને સોંપ્યો હતો. આમ, સુરત રેલવે પોલીસની સતર્કતાને કારણે એક સગીરને તેના પરિવાર સુધી પહોંચાડવામાં મોટી સફળતા મળી છે. યુવતીના પરિવારને જાણ થતાં અન્ય સાથે લગ્ન નક્કી કરી નાખ્યાં યુવતીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામથી ઓઅળખાણ થયઈ હતી અને ત્યારબાદ એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં. આ વાતની જાણ યુવતીના પરિવારને ખબર પડતા તેણીના અન્ય જગ્યાએ લગ્ન નક્કી કરી નાખ્યા હતા, જેથી પ્રેમી સાથે જ લગ્ન કરવાના ઇરાદે ગઇ 6 માર્ચ, 2026ના રોજ ઘરેથી કોઈને કઇ પણ કહ્યા વગર નીકળી મુંબઇ જતા રહ્યા હતાં. ત્યારબાદ સુરત આવ્યા હતા, જ્યાં રેલવે પોલીસે પકડી પાડ્યા હતાં. 25 એપ્રિલ, 2025એ સુરતમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો સુરતમાં રહેતી અને ટ્યૂશન ક્લાસ ચલાવતી એક શિક્ષિકા તેમને ત્યાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીને લઈને 25 એપ્રિલે ભાગી છૂટી હતી. આ વચ્ચે બન્નેએ હોટેલોમાં રાત્રિ રોકાણ કર્યું હતું, જેમાં શારીરિક સંબંધો પણ બાંધાયા હતા. પોલીસની શોધખોળના અંતે સાડાચાર દિવસ બાદ બન્ને પકડાઈ ગયાં હતાં. તપાસમાં જાણવા મળ્યું હતું કે, વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે ઘરે જ શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટેલમાં પણ રાત્રે શરીર સંબંધ બાધ્યા હતા. બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા હોવાનું મેડિકલ તપાસમાં પણ સામે આવ્યું હતું. આ સાથે જ શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો પણ ખુલાસો થયો હતો. (11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા ઝડપાઈ) સગીરને ભગાડી જનાર શિક્ષિકાને 5 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ જેલમાં બંધ શિક્ષિકાના ગર્ભના DNA ટેસ્ટ માટે સેમ્પલ લેવાયું 23 વર્ષીય અપરિણીત ગર્ભવતી શિક્ષિકાનું એબોર્શન કરાયું
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર કોવિડ વેક્સિનથી થયેલા નુકસાનનું વળતર આપે:નવી પોલિસી બનાવે, સાઈડ ઈફેક્ટ્સની તપાસ માટે એક્સપર્ટ પેનલની જરૂર નથી
    Next Article
    'સૂર્યાએ હનુમાનજીને કહ્યું'તું ટ્રોફી લઈને આવીશું':દાદાના આશીર્વાદથી જીતી ફરી દર્શન કર્યાં, સ્ટેડિયમે સ્કેચ સાથે રાહ જોઇ પણ ન મળ્યા ને મંદિરે પરી સાથે 'ચમત્કાર' થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment