Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુરના તબીબના ઘરમાં તસ્કરો ત્રાટક્યા:કબાટ તોડ્યા વગર 21 લાખની કિંમતની 10 કિલો ચાંદીની ચોરી

    11 घंटे पहले

    વિજાપુરના મણિપુરા રોડ પર આવેલી મહેશ્વર સોસાયટીમાં રહેતા અને રામબાગ શોપિંગ સેન્ટરમાં ભાવિક ક્લિનિક ચલાવતા ડૉ. લાલભાઈ શાહના પત્ની મંગલાબેન શાહે પોતાના ઘરમાંથી મોટા પાયે ચાંદીની ચોરી અંગે વિજાપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દંપતીએ ચાંદીના વધી રહેલા ભાવને ધ્યાને રાખીને બેંક લોકરમાંથી ચાંદી વેચવાના ઈરાદે બહાર કાઢી હતી. કબાટ તોડ્યા વગર જ ચાંદીની ચોરી ગત તારીખ 2 માર્ચના રોજ તેઓ વિજાપુર નાગરિક બેંકના લોકર નંબર 735માંથી 5 કિલોનો એક ચાંદીનો ચોરસો તથા 500-500 ગ્રામના 10 ચોરસા મળી કુલ 10 કિલો ચાંદી પોતાના ઘરે લાવ્યા હતા અને બેડરૂમના લોખંડના કબાટમાં નીચેના ભાગે મૂકી હતી. ત્યારબાદ તારીખ 25 માર્ચે ચાંદી વેચવા માટે કબાટ ખોલતાં કબાટમાં મૂકેલી 10 કિલો ચાંદી ગાયબ જણાતાં દંપતી સ્તબ્ધ થઈ ગયું હતું. નવાઈની વાત એ છે કે, કબાટમાં ચાંદીની બાજુમાં જ રાખેલા આશરે રૂ. બે થી અઢી લાખ રોકડા સલામત પડ્યા હતા અને કબાટ પણ ક્યાંયથી તૂટેલું ન હતું. અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધવામાં આવ્યો ઘરમાં સફાઈકામ અને રસોઈકામ કરતા માણસો તથા અન્ય સ્થળે શોધખોળ કરવા છતાં કાઈ પત્તો ન મળતાં આખરે હાલની બજાર કિંમત મુજબ રૂ. 21,80,000ની ચોરી અંગે વિજાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે રક્તદાન કેમ્પ:સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાસંકુલમાં ખાતે મહારક્તદાન કેમ્પમાં 2975થી વધુ બોટલ એકત્રિત કરાઈ
    Next Article
    बिजनौर में उतरा मुख्यमंत्री योगी आदित्यनाथ का हैलीकाॅप्टर, क्या कहा योगी जी ने सुनिये?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment