Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સૌપ્રથમ મટકી ફોડ સ્પર્ધા:રાજકોટ પોલીસે 21ફૂટ ઊંચી મટકી ફોડી પ્રથમ ઇનામ મેળવ્યું, બીજાક્રમે આશાપુરા ગ્રૂપ, ત્રીજા ક્રમે રાજકોટ સ્પોર્ટ્સ ગ્રુપ વિજેતા, 1 યુવક ઘાયલ, 2 કાનુડા મટકીમાં લટક્યા

    12 hours ago

    રાજકોટ મનપા દ્વારા જન્માષ્ટમીનાં તહેવારને લઈને સૌપ્રથમ મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરનાં ચૌધરી હાઈસ્કુલ ખાતે આયોજીત આ સ્પર્ધામાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ 21 ફૂટ ઊંચાઈએ મટકી ફોડવામાં માત્ર રાજકોટ પોલીસ અને આશાપુરા ગ્રૂપને સફળતા મળી હતી. જ્યારે બાકી ચારેય ટીમો નિષ્ફળ રહી હતી. જેને લઈ આ બંને ટીમોને અનુક્રમે રૂ. 1.50 લાખ અને 1.21 લાખનું ઇનામ અપાયું હતું. ત્યારબાદ અન્ય ચાર ટીમોને વધુ એક તક મળે અને ત્રીજા વિજેતા શોધવા 18 ફૂટ ઊંચાઈએ બાકી રહેલી 4 ટીમો વચ્ચે ફરી સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં મટકી ફોડવામાં ત્રણ ટીમો સફળ રહી હતી. જોકે સૌથી ઓછા સમયમાં મટકી ફોડનાર રાજકોટ સ્પોર્ટ્સ ગ્રૂપને ત્રીજા વિજેતા જાહેર કરી રૂ. 1.01 લાખ ઇનામ આપવામાં આવ્યું હતું. મટકીફોડ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમો 1) રાજકોટ પોલીસ ગ્રૂપ 2) જય આશાપુરા ગ્રૂપ, નાના વાગુદડ ધ્રોલ 3) રાજકોટ સ્પોર્ટ્સ ગ્રૂપ 4) મોટા વાગુદડ યુવા ગ્રૂપ, ધ્રોલ 5) કૃષ્ણ લીલા સ્પોર્ટ્સ ક્લબ, સુરત 6) આદેશ યુવા ગ્રૂપ, વોર્ડ-18, રાજકોટ આ સ્પર્ધામાં સૌપ્રથમ કૃષ્ણ લીલા સ્પોર્ટ્સ ક્લબ, સુરત દ્વારા માથા ઉપર નાળિયર ફોડવું, તલવાર રાસ તેમજ મોઢામાંથી પેટ્રોલ છાંટી આગ ભડકાવવી જેવા અવનવા કરતબો દર્શાવવામાં આવ્યા હતા. જોકે મટકી ફોડવાના ત્રણેય પ્રયાસમાં આ ટીમ નિષ્ફળ રહી હતી. ત્યારબાદ આદેશ યુવા ગ્રૂપ, વોર્ડ-18, રાજકોટ અને મોટા વાગુદડ યુવા ગ્રૂપ, ધ્રોલ પણ ત્રણેય પ્રયાસોમાં મટકી ફોડવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે ત્યારબાદ રાજકોટ પોલીસની ટીમ પ્રથમ પ્રયાસમાં 21 ફૂટ ઊંચે પહોંચી મટકી ફોડવામાં સફળ રહી વિજેતા બની હતી. આ પછી રાજકોટ સ્પોર્ટ્સ ગ્રૂપને પણ ત્રણેય પ્રયાસમાં મટકી ફોડવામાં સફળતા મળી નહોતી. આ દરમિયાન ગ્રુપનો એક મેમ્બર મટકીની નજીક પહોંચ્યા બાદ જંપ કરીને મટકી પકડવા જતા નીચે પટકાઈ ઘાયલ થયો હતો જેને પગલે 108 મારફત તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ નાના વાગુદડનું જય આશાપુરા ગ્રૂપ મટકી ફોડવા આવ્યું હતું. આ ગ્રૂપ પ્રથમ બે પ્રયાસમાં મટકી ફોડવામાં નિષ્ફળ નીવડ્યું હતું. પરંતુ ત્રીજા પ્રયાસમાં 1.51 મિનિટમાં મટકી ફોડી બીજા ક્રમે વિજેતા બન્યું હતું. બાદમાં નીચેના ગોવાળિયા પડી જતા કાનુડો મટકી સાથે લટકી ગયો હતો. ત્યારબાદ ઊંચાઈ ઘટાડીને 18 ફૂટ કરવામાં આવતા તેમાં સુરતની ટીમે 1.50 મિનિટમાં બીજા પ્રયત્ને મટકી ફોડી હતી. જોકે તેમાં પણ બાદમાં ગોવાળિયાઓ પડી જતા કાનુડો લટકી ગયો હતો. ત્યારબાદ નાના વાગુદડની ટીમે પણ 18 ફૂટ ઊંચાઈની મટકી 1.21 સેકન્ડમાં ફોડી હતી. અને બાદમાં રાજકોટ સ્પોર્ટ્સ ગ્રૂપની ટીમે પણ 18 ફૂટની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં આ ટીમે પ્રથમ પ્રયાસે જ માત્ર 0.49 મિનિટમાં મટકી ફોડી હતી. અને ત્રીજા ક્રમે વિજેતા બની હતી. આ મહોત્સવમાં ગોવિંદા મંડળીઓ દ્વારા પિરામિડ રચીને મટકી ફોડવાની રોમાંચક સ્પર્ધાની સાથે સાથે અનેકવિધ સાંસ્કૃતિક અને મનોરંજક આકર્ષણો જોવા મળ્યા હતા. જેમાં ઓરકેસ્ટ્રા શો, ડી.જે.ના તાલે કૃષ્ણ ભક્તિ સંગીત, વિશેષ તાલીમબદ્ધ સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ મંડળીની રોમાંચક રજૂઆત તેમજ ભવ્ય લાઇટિંગ અને સજાવટ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જોકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા ગોવિંદા ગ્રુપ અને મટકી ફોડ નિહાળવા આવનાર અંદાજે 7,000 જેટલા નગરજનો માટે મહાપાલિકાના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ફરાળી પેટિસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જોકે આ કાર્યક્રમમાં માત્ર 4,000 જેટલા લોકો હાજર રહ્યા હતા. છતાં બધી પેટીસ પુરી થઈ હોવાનું સ્ટેજ પરથી જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવાયો હતો. અને છેલ્લે સુધી મોટી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત રાજકોટનાં એસ્ટ્રોન ચોક, કાલાવડ રોડ, તેમજ ઇન્દિરા સર્કલ સહિતના વિસ્તારમાં જન્માષ્ટમીનાં પાવન પર્વને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અને રાજકોટ ગોકુળિયું ગામ બન્યું હોય તેમ રાત્રે 12 વાગ્યે ઠેર-ઠેર મટકી ફોડનાં જુદા-જુદા કાર્યક્રમો યોજી ભગવાન કૃષ્ણનાં જન્મોત્સવની ભારે ઉત્સાહ અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Witkoff, Kushner Heading To Russia, Ukraine To Present Peace Deal: Trump
    Next Article
    FBI-Wanted Fraudster Arrested In Jalandhar Over $600,000 Scam In US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment