Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક લાખના બદલે ત્રણ લાખ આપવાની લાલચ આપનારા બે ઝડપાયા:ભુજમાં 209 નકલી નોટોના બંડલ, મોબાઇલ અને બે ટુ-વ્હીલર સહિત રૂ. 70,600નો મુદ્દામાલ કબજે

    15 hours ago

    ભુજમાં એક લાખ રૂપિયાના બદલે ત્રણ લાખ આપવાની લાલચ આપીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા બે શખ્સોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા. તેમની પાસેથી ૨૦૯ નકલી નોટોના બંડલ સહિત કુલ રૂ. ૭૦,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. પશ્ચિમ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવા કિસ્સાઓ પર નજર રાખી રહી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે ભુજના આરટીઓ સર્કલ નજીક એચડીએફસી બેંક પાસેની ગલીમાં તપાસ કરાઈ હતી. પોલીસે ત્યાંથી કેમ્પ એરિયા, ડી.પી. ચોક, ભુજના સુફિયાન અભુ ઓઢેજા (ઉં.વ. ૨૪) અને ઉઝેર અભુ ઓઢેજા (ઉં.વ. ૨૧)ને ઝડપી લીધા હતા. તપાસમાં રૂ. ૧૦૦, રૂ. ૨૦૦ અને રૂ. ૫૦૦ની નોટોના બંડલ જેવા દેખાતા કાગળના બંડલ મળ્યા હતા. બંડલની ઉપર અસલી ભારતીય ચલણી નોટ હતી, જ્યારે અંદર ‘ભારતીય મનોરંજન બેંક’ લખેલી નોટો હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ચલણી નોટોના વીડિયો મૂકતા હતા. એક લાખના બદલે ત્રણ લાખ આપવાની લાલચ આપતી જાહેરાતો દ્વારા લોકોનો સંપર્ક કરી, તેમને વિશ્વાસમાં લઈને નાણાં પડાવવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૫,૬૦૦ની અસલી ભારતીય ચલણી નોટો, ૨૦૯ નકલી બંડલ, એક મોબાઇલ ફોન અને બે ટુ-વ્હીલર કબજે કર્યા છે. મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. ૭૦,૬૦૦ છે. આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નંબર ૨.૧૨૨૧/૨૦૨૬ નોંધાયો છે. ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૮૨, ૩૧૮(૨), ૩૧૮(૪), ૬૧ અને ૬૨ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે લોકોને આવી લાલચભરી ઓફરથી સાવચેત રહેવા અને સોશિયલ મીડિયા પર નાણાં ત્રણ ગણા કરી આપવાના દાવા પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ સમર્થકે ચૂંટણીમાં હારનો ગુસ્સો ભારતીયો પર કાઢ્યો:દિવાળી કાર્યક્રમમાં હિન્દુઓ વિરુદ્ધ નારાબાજી કરી, કહ્યું- દેશમાંથી નીકળી જાઓ
    Next Article
    ગોધરા સિવિલમાં અકસ્માત અને મારામારીના 38થી વધુ દર્દી:દિવાળી અને નવા વર્ષના કાઉન્ટડાઉન વચ્ચે 30થી વધુ અકસ્માતના ઘાયલ અને મારામારીના 8 દર્દી દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment