Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    208 રનચેઝમાં મુંબઈની હાલત ખૂબ જ ખરાબ:ટીમે 85 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી, તિલક વર્મા પછી કેપ્ટન હાર્દિક પણ આઉટ

    1 day ago

    IPL 2026માં સંજુ સેમસને પોતાની બીજી સદી ફટકારી છે. સીઝનની 33મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 208 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. જવાબમાં મુંબઈનો સ્કોર 12 ઓવરમાં 85/4 છે. ટીમ તરફથી સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે. અકીલ હુસૈને દાનિશ મલેવર અને નમન ધીરને આઉટ કર્યા, જ્યારે મુકેશ ચૌધરીએ ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 207 રન બનાવ્યા હતા. સંજુ સેમસને અણનમ 101 રનની શાનદાર ઇનિંગ રમી, જે તેના IPL કરિયરની પાંચમી સદી છે. તેણે આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ઋતુરાજ ગાયકવાડે 22 અને ડેવાલ્ડ બ્રેવિસે 21 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં મુંબઈ તરફથી અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમારે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ અને મિચેલ સેન્ટનરને એક-એક વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, ક્રિશ ભગત, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર. ઇમ્પેક્ટ પ્લેયર્સ: વિલ જેક્સ, રાજ બાવા, શાર્દૂલ ઠાકુર, દાનિશ માલેવાર, મયંક માર્કંડે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ અને મુકેશ ચૌધરી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, અકીલ હોસેન, ઉર્વિલ પટેલ
    Click here to Read More
    Previous Article
    MI vs CSK IPL 2026 LIVE Score: Tilak Varma departs for Mumbai Indians 84/4 vs Chennai Super Kings at Wankhede
    Next Article
    સુરતમાં ઇટાલિયાએ જ્યાં સભા ગજવી, ત્યાં જ CMનું શક્તિ પ્રદર્શન:આપ-ભાજપની એક બાદ ભવ્ય રેલી-સભા, ગોપાલ ઇટાલિયાએ કહ્યું- 30 વર્ષની સરકારની 30 મિનિટ સભા ન ચાલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment