Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા ટેન્ડરથી લઈ અત્યાર સુધીમાં રકમમાં 207.71 કરોડનો વધારો:સ્ટ્રીટ લાઇટ માટેની એજન્સી શોધવામાં મ્યુનિ. 5 વખત નિષ્ફળ, 6ઠ્ઠી વાર ટેન્ડર

    12 hours ago

    શહેરના સ્ટ્રીટ લાઇટની કામગીરી અને મેન્ટેનન્સ માટે મ્યુનિ. 2 વર્ષથી એજન્સી નક્કી કરી શકી નથી. અત્યાર સુધીમાં 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં એજન્સી ફાઇનલ ન થતાં છઠ્ઠી વખત નવું ટેન્ડર બહાર પડાયું છે. એજન્સીના અભાવે 22 માસમાં શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધની 1.21 લાખ ફરિયાદ નોંધાઈ છે. શરૂઆતમાં 190.70 કરોડનું ટેન્ડર હતું જે વધારી 633 કરોડ કરાયું હતું. જોકે રકમ વધવાનો વિવાદ થતાં SITCની કામગીરી હટાવી 398.41 કરોડનું નવું ટેન્ડર જાહેર કરાયું છે. સ્ટ્રીટલાઇટની કામગીરી અને જાળવણી અગાઉ સિટાલૂમ કંપની કરતી હતી. જોકે આ કંપનીએ જાન્યુઆરી 2025 પછી કામગીરી ચાલુ રાખવાની ના પાડી ત્યારથી સ્ટ્રીટલાઇટો સબ-કોન્ટ્રાક્ટરોના ભરોસે છે. એડિશનલ સિટી ઇજનેર મહેન્દ્ર નીનામાએ કહ્યું કે, તમામ એજન્સીઓને ટેન્ડર ભરવા જણાવાયું છે. 2 વખત 1 કંપનીએ જ રસ દાખવતાં ટેન્ડર રદ કરાયાં પ્રથમ વખત જાન્યુઆરી 2025માં ટેન્ડર બહાર પડાયું હતું. અગાઉ 5 વખત જાહેર ટેન્ડરમાં 2 વખત માત્ર 1 કંપનીએ જ રસ દાખવતાં ટેન્ડર રદ કરાયાં હતાં. જ્યારે 1 વખત 2 કંપની આવી હતી, પરંતુ તેમાંથી એક કંપની પાસે પૂરતો અનુભવ ન હોવાનું જણાવીને ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ મુદ્દે ચાર અધિકારીને શો-કોઝ ટેન્ડર પ્રક્રિયામાં થયેલા વિલંબના મુદ્દે ચાર અધિકારીઓને શો-કોઝ નોટિસ અપાઈ હતી, જેમાં એડિ. સિટી એન્જિનિયર એમ.કે. નીનામા, ડેપ્યુટી સિટી એન્જિનિયર પંકજ પટેલ, કે.જે. દલોલિયા અને યુ.કે. મડિયાનો સમાવેશ થાય છે. હાલ વિજિલન્સ તપાસ ચાલે છે અને અંતિમ નિર્ણય લેવાયો નથી.
    Click here to Read More
    Previous Article
    'ફાફડા-જલેબી વિના કંઈ છે જ નહીં':'સવાર પડતા જ શોધવા જઈએ છીએ', દશેરાએ ફાફડા-જલેબી ખાવાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું?
    Next Article
    Russians Lose Access To Homes, Bank Accounts After Ukraine Hits Data Centres

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment