Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફટાકડાનાં લાયસન્સ માટે 205 અરજીઓ આવી:રાજકોટ મનપા દ્વારા સ્થળ તપાસ કરીને 13 વેપારીને અભિપ્રાય આપી દેવાયા, 192 પેન્ડિંગ અરજીઓ માટે ફાયરની ટીમો દ્વારા તપાસ શરૂ

    7 hours ago

    આગામી દિવાળીનાં તહેવારોને લઈને ફટાકડાનો વેપાર કરવા માટે રાજકોટ મનપાનાં ફાયર વિભાગ પાસે મંજૂરી લેવી જરૂરી છે. રાજકોટનાં જુદા-જુદા ફાયર સ્ટેશનો પર આ માટેની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગને કુલ 205 અરજીઓ મળી છે. જે પૈકી 13 સ્થળોએ ચેકીંગ કરીને અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. બાકીની 192 અરજી હાલમાં પેન્ડિંગ હોય ફાયરની ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગતવર્ષના નિયમ મુજબ 500 ચો.મી. જગ્યામાં ફાટકડાનો વેપાર કરવા માટે ફાયર એનોસીની જરૂર નથી. પણ ફાયર વિભાગનો અભિપ્રાય લેવો ખાસ ફરજિયાત હોય છે. ત્યારબાદ જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જે અંતર્ગત હાલ રાજકોટનાં જુદા જુદા ફાયર સ્ટેશનોમાં અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આ માટે ફાયરના પ્રાથમિક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જેની સ્થળ તપાસ કર્યા બાદ અમારી ટીમ દ્વારા અભિપ્રાય આપવામાં આવે છે. નિયમો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવું ટેમ્પરરી લાયસન્સ મેળવવા માટે અને ફટાકડાના વેચાણ માટે ઊભા કરવામાં આવતા સ્ટોલ પર 1,000 લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી અથવા હોઝ રીલ ફરજિયાત રાખવાની રહે છે. આ ઉપરાંત આગ પર કાબૂ મેળવવા માટે સી.ઓ.ટૂ. અને એ.બી.સી. પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર તેમજ ફાયર મોડ્યુલ જેવા બેઝિક ફાયર સેફ્ટીના સાધનો રાખવા પડે છે. તેમજ આ સાધનોનો ઉપયોગ કરતા વેપારીને આવડે છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે. અને ત્યારબાદ અભિપ્રાય આપવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ફાયર વિભાગ પાસે કુલ 205 અરજીઓ આવી પહોંચી છે. આ તમામ અરજીઓની ચકાસણી કરવા માટે ફાયર વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ છે. મળેલી કુલ અરજીઓમાંથી ફાયર વિભાગની ટીમો દ્વારા સ્થળ પર જઈને રૂબરૂ ચકાસણી કરવામાં આવી છે અને 13 વેપારીઓને તેમના સ્થળ માટેનો અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલી 192 જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે, જેના માટે ફાયર વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા સ્થળ તપાસની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ક્રમ ફાયર સ્ટેશન આવેલ અરજી ઇશ્યુ પેન્ડિંગ 1 રામાપીર 32 --- 32 2 કોઠારીયા 01 --- 01 3 મવડી 37 01 36 4 રેલનગર 23 --- 23 5 ERC 15 04 11 6 કનક રોડ 25 08 17 7 કાલાવડ રોડ 26 --- 26 8 બેડીપરા 46 --- 46 ટોટલ 205 13 192 ઉલ્લેખનીય છે કે, ફટાકડાના અસ્થાયી સ્ટોલ કે દુકાનો માટે ફાયર સેફ્ટીના પ્રાથમિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. હાલ રાજકોટ શહેરમાં 500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા મોટા સ્ટોલ કે પ્રીમાઇસીસ હાલ ઉપલબ્ધ નથી, જેથી મોટા એકમો માટે એનઓસી અંગેના પ્રશ્નો ઊભા થતા નથી. જોકે ફાયર વિભાગ દ્વારા તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ કરીને સુરક્ષાના ધોરણો ચકાસ્યા બાદ આગળની મંજૂરીઓની પ્રક્રિયા પૂરી કરવામાં આવી રહી છે, જેથી તહેવારો દરમિયાન કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અકસ્માત નિવારી શકાય.
    Click here to Read More
    Previous Article
    Surviving a punishing Church: The story of Sr Ranit and Stand By Me
    Next Article
    Rap, memes, and internet slang mark BJP’s revamped digital outreach

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment