Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉપાસના ઠક્કરે 'વિકસિત ભારત 2047' થીમ પર બનાવી રંગોળી:મેયર મોનિકાબેન વ્યાસે પ્રોત્સાહન આપતા કલા નિષ્ણાતે આભાર માન્યો

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે જામનગરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વિશ્વવિખ્યાત રણમલ તળાવ પરિસરમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ આયોજિત કરાયો હતો. આ પ્રસંગે ઉપાસના પ્રતિષ્ઠાનના સ્થાપક અને કલા નિષ્ણાત ઉપાસના ઠક્કરે ‘વિકસિત ભારત 2047’ થીમ પર રંગોળી બનાવી હતી. તેમણે કુદરતી, વનસ્પતિજન્ય અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. આ રંગોળીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ સાથે કલાનો સુંદર સંદેશ આપ્યો હતો. ઉપાસના ઠક્કરે આ કલા પ્રસ્તુતિ માટે તક અને પ્રોત્સાહન આપવા બદલ જામનગરના મેયર મોનિકાબેન વ્યાસનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, પોતાની કલાને આવા મોટા કાર્યક્રમમાં રજૂ કરવાનો મોકો મળવો તેમના માટે ગર્વ અને ખુશીની વાત છે. ઉપાસના ઠક્કરે વધુમાં જણાવ્યું કે, “મારી કલા પર વિશ્વાસ મૂકીને મને જે પ્રેમ, પ્રોત્સાહન અને મોકો મળ્યો છે, તે બદલ હું મેયર મોનિકાબેન વ્યાસની આભારી છું. ‘વિકસિત ભારત 2047’ જેવી પ્રેરણાદાયી થીમને પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી રંગોળી દ્વારા રજૂ કરવાનો આ અવસર મારા માટે હંમેશા યાદગાર રહેશે.” આ કાર્યક્રમ દરમિયાન મળેલા સહયોગ માટે ઉપાસના ઠક્કરે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને વોર્ડ નં. 16ના કોર્પોરેટર ખ્યાતિબેન મુંગરાનો પણ આભાર માન્યો હતો. આ રંગોળી દ્વારા પરંપરાગત કલા, પર્યાવરણ જાગૃતિ અને સર્જનાત્મકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નારસંગા વીર દાદા સંઘની ધજાનું પૂજન:પાટણથી અંબાજી માટે આજે બપોરે ભવ્ય રીતે સંઘ પ્રસ્થાન કરશે
    Next Article
    રશિયા, ઇઝરાઇલ અને તુર્કી એશિયન ગેમ્સમાં કેમ નથી:તુર્કીનો 97% અને રશિયાનો 75% ભૂભાગ એશિયામાં, ત્રણેય દેશોના અલગ કારણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment