Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે 204ના ઉમેદવારી ફોર્મ ભરાયા:ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી

    17 hours ago

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. શનિવારે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતા સુધીમાં કુલ 204 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી સહિત કુલ ત્રણ સ્થળોએ ચાલી રહી હતી. ભાજપ, કોંગ્રેસ તેમજ નારાજ થઈને અપક્ષમાં ઉમેદવારી કરનારા આગેવાનોએ પણ પોતાના ટેકેદારો સાથે ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા હતા. ગઈકાલે મોડી રાત્રે ભાજપે તેના 52 ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર કર્યા હતા. પક્ષવાર અને વ્યૂહાત્મક સ્થિતિ ભાજપ દ્વારા અંતિમ સમય સુધી ઉમેદવારોના નામ જાહેર ન કરાતા, શનિવારે છેલ્લા દિવસે પક્ષના તમામ 52 ઉમેદવારોએ એકસાથે ફોર્મ ભર્યા હતા. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભરી દીધા હતા, જ્યારે બાકી રહેલા ઉમેદવારોએ અંતિમ દિવસે પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ખાસ નોંધનીય છે કે, ભાજપમાં ટિકિટ ન મળતા નારાજ થયેલા અનેક કાર્યકરોએ બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. વોર્ડ મુજબ ઉમેદવારીના આંકડા આ પ્રસંગે મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં વ્યક્તિ ગૌણ છે, કમળ જીતવું જોઈએ. કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, નાના-મોટા મનદુઃખ ભૂલીને દૂધમાં સાકર ભળે તે રીતે કમળ જીતે તે માટે કામે લાગી જવું જોઈએ. તેમણે ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. મંત્રીએ ઉમેર્યું કે, તેમનાથી સિનિયર હોય તેવા આગેવાનોને પણ ટિકિટ ન મળી હોય તેવું બન્યું છે, જેના માટે તેઓ ક્ષમા માંગે છે. તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું કે, વ્યક્તિ ગૌણ છે અને કમળ વિજેતા બનવું જોઈએ, આ લક્ષ્ય સાથે સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. હવે પછીની પ્રક્રિયા ઉમેદવારી પત્ર ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા તમામ ફોર્મની ચકાસણી (સ્ક્રૂનિટી) હાથ ધરવામાં આવશે. આ ચકાસણીમાં કેટલા ફોર્મ રદ થાય છે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના દિવસે કેટલા ઉમેદવારો મેદાનમાંથી હટી જાય છે, તેના પર સૌની નજર છે. ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થયા બાદ જ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીનું વાસ્તવિક અને અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ વિવાદ:યાદી વગર ઉમેદવારી, 44 બેઠકો માટે 163 પત્રો; બળવાખોરીનો ભય
    Next Article
    સુરતની મોડલને 13 વર્ષ સુધી હવસનો શિકાર બનાવી:વરાછાના યુવકે લગ્નની લાલચ આપી વારંવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, ધંધાના નામે 79 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment