Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 2027ની ચૂંટણી પહેલાં મતદાર યાદી અંગે નવી વ્યવસ્થાની ચર્ચા:રાજકીય પક્ષોને વાંચી શકાય તેવી અને નામ સર્ચ કરી શકાય તેવી PDFમાં મતદાર યાદી આપવાની વિચારણા

    14 hours ago

    ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદી વધુ સરળતાથી તપાસી શકાય તે માટે નવી વ્યવસ્થા અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પક્ષોને વાંચી શકાય તેવી અને કમ્પ્યુટર પર મતદારોનાં નામ સર્ચ કરી શકાય તેવી PDF ફોર્મેટમાં મતદાર યાદી આપવાના મુદ્દે વિચારણા કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ જ આ દિશામાં નિર્ણય લેવામાં આવશે. PDF ફોર્મેટમાં ઉપલબ્ધ થતા નામ સર્ચ કરવું સહેલું બનશે હાલમાં મતદાર યાદીની ડિજિટલ નકલમાં નામ શોધવા અને વિગતોની ચકાસણી કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સર્ચ કરી શકાય તેવી PDF ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ ચર્ચામાં છે. જો આ વ્યવસ્થાને મંજૂરી મળશે તો રાજકીય પક્ષો માટે મતદાર યાદીમાં નામ શોધવા, વિગતોની ચકાસણી કરવા અને યાદીમાં થયેલા ફેરફારો પર નજર રાખવાનું વધુ સરળ બની શકે છે. શું બદલાશે? રાજકીય પક્ષોને મતદાર યાદીની હાર્ડ કોપી સાથે સર્ચ કરી શકાય તેવી PDF મળશે. દરેક મતદાન મથકની મુસદ્દા અને અંતિમ મતદાર યાદીની ડિજિટલ નકલ ઉપલબ્ધ કરાવાશે. નામ ઉમેરવા, દૂર કરવા અને સુધારા સંબંધિત માહિતી વધુ વ્યવસ્થિત રીતે મળશે. દાવા અને વાંધાઓની યાદી દ્વારા મતદાર યાદીમાં થતા ફેરફારોની ચકાસણી સરળ બનશે. PDFમાં મતદારોનાં ફોટોગ્રાફ્સ સામેલ નહીં હોય. આ મુદ્દે રાજ્ય સ્તરે ચર્ચા ચાલી રહી છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)ની મંજૂરી મહત્ત્વપૂર્ણ રહેશે. મંજૂરી મળ્યા બાદ જ નવી વ્યવસ્થા લાગુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદીની ચોકસાઈ, નવા મતદારોની નોંધણી અને યાદીમાં નામ તથા અન્ય વિગતોની ચકાસણી મહત્ત્વપૂર્ણ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં એક દોષિતની ફાંસી પર રોક:18 વર્ષ પહેલાં 70 મિનિટમાં થયા હતા 21 વિસ્ફોટ, જેમાં 56 લોકોનાં મોત થયા હતા
    Next Article
    રેલીયાગામે 4 શખસે યુવક પર ધોકા-પાઇપથી હુમલો કરી દીધો:બાઇકને સાઇડમાં દબાવવા બાબતે માર માર્યો, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો;દાઠા પોલીસ મથકમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment