Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અગરકરે 2027 વર્લ્ડકપ સુધી કરાર વધારવાની માગ કરી:BCCIને વિનંતી કરી, 2023માં પદ સંભાળ્યું હતું; પહેલા પણ એક્સટેન્શન મળી ચૂક્યું છે

    12 hours ago

    ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે પોતાના કોન્ટ્રાક્ટને 2027 વન-ડે વર્લ્ડ કપ સુધી લંબાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી એક્સટેન્શન માગ્યું છે. અગરકરનો વર્તમાન કાર્યકાળ પહેલાથી જ લંબાવવામાં આવ્યો છે. 2025 IPL પહેલા BCCIએ તેમનો કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે વધારીને જૂન 2026 સુધીનો કરી દીધો હતો. પૂર્વ ઝડપી બોલર અગરકરને જુલાઈ 2023માં ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. અગરકરના કાર્યકાળમાં ભારતે ત્રણ ખિતાબ જીત્યા અગરકરના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ અને ગયા વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયા 2023ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પહોંચી હતી. જ્યાં તેને ઓસ્ટ્રેલિયાના હાથે હાર મળી હતી. આ ઉપરાંત ટીમે તાજેતરમાં T20 વર્લ્ડ કપનો ટાઇટલ પણ ડિફેન્ડ કર્યો. BCCIની મંજૂરીની રાહ રિપોર્ટ અનુસાર, આ મુદ્દે પહેલાથી જ ચર્ચા થઈ ચૂકી છે. હવે જોવાનું એ છે કે શું BCCI અગરકરની વિનંતીને મંજૂરી આપે છે કે નહીં. જોકે હાલમાં, બોર્ડ પાસે આ પદ માટે કોઈ મજબૂત વિકલ્પ નથી. ભારતીય ટીમ માટે આગામી પડકાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપ છે. IPL 2025 પહેલા કરાર રિન્યુ કરવામાં આવ્યો હતો ગયા વર્ષે એક રિપોર્ટ આવ્યો હતો તે મુજબ, અગરકરનો કરાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા રિન્યુ કરવામાં આવ્યો હતો. એક BCCI અધિકારીએ જણાવ્યું કે, તેમના કાર્યકાળમાં ભારતીય ટીમે ખિતાબ જીત્યા અને બદલાવ (ટેસ્ટ અને T20માં) પણ જોયો. BCCIએ તેમનો કરાર જૂન 2026 સુધી લંબાવ્યો હતો અને તેમણે કેટલાક મહિના પહેલા આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. 349 આંતરરાષ્ટ્રીય વિકેટ લઈ ચૂક્યા છે અગરકર કારકિર્દીમાં 349 આંતરરાષ્ટ્રીય વિકેટ લઈ ચૂક્યા છે. તેમણે ટેસ્ટમાં 58, વન-ડેમાં 288 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 3 વિકેટ લીધી છે. જુઓ તેમના 3 રેકોર્ડ્સ...
    Click here to Read More
    Previous Article
    Dhurandhar 2 Review: 'धुरंधर 2' देखनी चाहिए या नहीं? | Ranveer Singh | Hamza | Aditya Dhar
    Next Article
    આયર્લેન્ડના જોન મૂની DCના ફિલ્ડિંગ કોચ બન્યા:ત્રણ વન-ડે વર્લ્ડ કપ રમી ચૂક્યા છે, દિલ્હીને પ્રથમ ટાઇટલની રાહ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment