Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2027માં સરકાર ઉખેડી નાખવાની ચીમકી:જેતપરમાં 12 જિલ્લાના ખેડૂતોની બેઠક, પોતાની ઈચ્છા મુજબનું વળતર મેળવવા માગ; આંદોલન પાર્ટ-3 શરુ

    10 hours ago

    મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટેનું આંદોલન ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. આ અંતર્ગત જેતપર ખાતે 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું હતું કે, જો તેમના ખેતરોમાંથી થાંભલા ઉખેડવામાં નહીં આવે તો આગામી 2027ની ચૂંટણીમાં તેઓ સરકારને ઉખેડી નાખવા પણ તૈયાર છે. આ આંદોલન મોરબીના જેતપર ગામે 19 દિવસના આમરણાંત ઉપવાસથી શરૂ થયું હતું. ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે વધુ વળતરની માગ સાથે આ ઉપવાસ કરાયા હતા. ઉપવાસીઓની તબિયત લથડતા ગામની દીકરીઓના હસ્તે પારણાં કરાવાયા હતા. જોકે, સરકારે વીજ કંપનીના વળતર માટે નવો પરિપત્ર જાહેર કર્યો હતો, જેનો જેતપરના ખેડૂતોએ અસ્વીકાર કરીને આંદોલન પાર્ટ 3ની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા નક્કી કરાયેલું નહીં પણ પોતાની ઈચ્છા મુજબનું વળતર મેળવવા માગ આ ત્રીજા તબક્કાના ભાગરૂપે, બુધવારે રાત્રે જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી, જામનગર, કચ્છ, રાજકોટ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, ભાવનગર સહિત કુલ 12 જિલ્લાના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખાનગી વીજ કંપનીઓ દ્વારા તેમની જમીન પર વીજપોલ ઊભા કરાયા છે અને તેઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા વળતરને બદલે પોતાની ઈચ્છા મુજબનું વળતર મેળવવા માંગે છે. 'વીજપોલ ઉખેડવામાં આવે કે ન આવે, પરંતુ 2027ની ચૂંટણીમાં સરકારે ઉખેડી નાખવામાં આવશે' આંદોલનના મંચ પરથી ખેડૂતોએ હુંકાર કર્યો હતો કે, જો સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે, તો ભલે વીજપોલ ઉખેડવામાં આવે કે ન આવે, પરંતુ વર્ષ 2027ની ચૂંટણીમાં ગુજરાતમાંથી સરકારને ઉખેડી નાખવામાં આવશે. આ બેઠકમાં ખેડૂતો પાસેથી વધુમાં વધુ વળતર કેવી રીતે મેળવી શકાય તે અંગેના સૂચનો મેળવવામાં આવ્યા હતા. આયોજનબદ્ધ રીતે વળતર મેળવવા માટે લડત શરૂ કરવામાં આવશે આવી જ રીતે, ગુરુવારે રાત્રે ગુજરાતના અન્ય 13 જિલ્લાના ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને બેઠક પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે. ત્યાર બાદ આયોજનબદ્ધ રીતે વળતર મેળવવા માટે લડત શરૂ કરવામાં આવશે, તેવી માહિતી આંદોલન સમિતિના સભ્ય રાજુભાઈ અમૃતિયાએ આપી હતી. નવા પરિપત્રથી અસંતોષ વચ્ચે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક મળી સરકારે તાજેતરમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરના વળતર અંગે નવી નીતિ જાહેર કરી છે, પરંતુ જેતપરના ખેડૂતોએ આ પરિપત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કેવા પ્રકારનું આર્થિક નુકસાન થઈ શકે છે તે અંગે ચર્ચા કરવા માટે 8 જૂન ને રાત્રે 9:00 વાગ્યે 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્તરની નવી આંદોલન સમિતિ રચાશે આગામી વ્યૂહરચનાના ભાગરૂપે બીજી બેઠક ગત 9 તારીખે રાત્રે 9 વાગ્યે વધુ 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાશે. જેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના આગેવાનો ભાગ લેશે. તમામ જિલ્લાના ખેડૂતો સાથે ચર્ચા અને સર્વસંમતિ સાધ્યા બાદ ગુજરાત સ્તરની નવી 'આંદોલન કમિટી'ની રચના કરવામાં આવશે. આ કમિટી અંતર્ગત ખાનગી વીજ કંપનીઓ પાસેથી પૂરતું વળતર મેળવવા માટે ‘આંદોલન પાર્ટ 3’ની સત્તાવાર શરૂઆત કરવામાં આવશે. --- આ પણ વાંચો, પારણાં સાથે જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ-2 પૂર્ણ મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલતાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન-પાર્ટ 2ને 7 જુલાઈએ સમેટી લેવાયું હતું, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ જારી રાખવા નિર્ણય લેવાયો હતો. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે, જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે આંદોલન પાર્ટ-3 શરૂ કરવાનું એલાન કરી દીધું છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો આ પરિપત્ર ખેડૂત હિતેચ્છુ નથી પરંતુ કંપની હિતેચ્છુ છે : નેહુલ અમૃતિયા આંદોલનના અગ્રણી નેહુલ અમૃતિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા આંકડાકીય માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જે નવી નીતિનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેનાથી દરેક ખેડૂતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે. આ નવા પરિપત્ર મુજબ ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોને માત્ર લાખો રૂપિયાનું જ વળતર આપીને સંતોષ માની લેશે, જે ખેડૂતો સાથે અન્યાય છે. હાલ પૂરતો જેતપર ગામના તમામ ખેડૂતો દ્વારા સરકારના આ નવા પરિપત્રનો સદંતર અસ્વીકાર કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રેન્જ આઈજીપીની અધ્યક્ષતામાં રથયાત્રા પૂર્વે મેગા કોમ્બિંગ:35 અધિકારી અને 350 પોલીસકર્મીની 29 ટીમો ત્રાટકી, આરોપીઓ પર બાજ નજર; 8 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ
    Next Article
    વરસાદી પાણી ભરાયેલા રહેતા રોગચાળાની ભીતિ:મહેસાણાના પરા વિસ્તારથી સાઈ બાબા મંદિર રોડ પર જળભરાવ, ફૂટપાથ અને રોડનું યોગ્ય લેવલ ન હોય સમસ્યા સર્જાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment