Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નગરપાલિકા ચૂંટણી 2026:186 ઉમેદવારી પત્રોમાંથી 142 માન્ય અને 44 અમાન્ય ઠર્યા, કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ ખોઈ નાખ્યાના આક્ષેપ

    10 hours ago

    ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 186 ઉમેદવારી પત્રોમાંથી 142 માન્ય અને 44 અમાન્ય ઠર્યા છે. ગોધરા તાલુકા શિક્ષણ વિભાગના નિવૃત્ત સિનિયર ક્લાર્ક સોલંકીએ વોર્ડ નંબર 10 માંથી ઉમેદવારી નોંધાવી હતી, મેન્ડેટ ગુમ હોવાના કારણે તેમનું ફોર્મ પણ રદ્દ કરવામાં આવ્યું છે. ગોધરા નગરપાલિકામાં ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવા પાછળનું મુખ્ય કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે, ઉમેદવારી પત્ર સાથે પક્ષ દ્વારા આપવામાં આવતું અધિકૃત 'મેન્ડેટ' જોડવામાં આવ્યું ન હતું. જોકે, ઉમેદવાર કિરણભાઈ સોલંકીએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, તેમણે ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો અને પક્ષનું મેન્ડેટ પણ રજૂ કર્યું હતું. કિરણભાઈ સોલંકીએ આરોપ લગાવ્યો કે મેન્ડેટ ન હોવાના બહાને તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે. બીજી તરફ, ચૂંટણી અધિકારી એન એલ મોદીએ ઉમેદવારના તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઉમેદવારી પત્ર સાથે મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે નિયમ મુજબ ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ચામુંડા માતાજીની શોભાયાત્રા, નવચંડી યજ્ઞ સંપન્ન:સથવારા કડીયા પંચ, વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી આયોજન કરાયું
    Next Article
    Trump's Iran Blockade Sees "Elimination" Warning, "Pure Propaganda" Retort

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment