Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈદ 2026 સેલિબ્રેશન:સલમાને ફેન્સને ફ્લાઈંગ કિસ આપી; સોનાક્ષી સિન્હા, સારા અલી ખાન અને હિના ખાને ખાસ રીતે તહેવાર ઉજવ્યો, જુઓ PHOTOs

    21 hours ago

    ઈદ 2026 ના અવસરે બોલિવૂડ સેલેબ્સે પોતપોતાની રીતે તહેવાર ઉજવ્યો. સલમાન ખાનથી લઈને સારા અલી ખાન અને હિના ખાન સુધીના ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર ઉજવણીની તસવીરો શેર કરી. સલમાને દર વર્ષની જેમ આ વખતે પણ પોતાના ઘરની બહાર એકઠા થયેલા ચાહકોનું અભિવાદન કર્યું. બાલ્કનીમાંથી હાથ હલાવીને તેમણે ફ્લાઈંગ કિસ આપી. તેમની સાથે સલીમ ખાન, સલમા ખાન અને સોહેલ ખાન પણ જોવા મળ્યા. સુરક્ષા કારણોસર સલમાને બુલેટપ્રૂફ ગ્લાસ પાછળથી ચાહકો સાથે મુલાકાત કરી. સોહા અલી ખાને દીકરી ઇનાયા સાથે ઈદ સેલિબ્રેશનની તસવીરો શેર કરી. બંને વ્હાઇટ શરારા અને નેટ દુપટ્ટામાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા. સોહાએ પતિ કુણાલ ખેમુ અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ તસવીરો પોસ્ટ કરી હતી. સારા અલી ખાન ઈદ પર સોહા અલી ખાનના ઘરે પહોંચી અને તેમની સાથે ફોટો શેર કર્યો. તસવીરમાં સારા, સોહા અને ઇનાયા સાથે જોવા મળ્યા. સોનાક્ષીએ ઈદ સેલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરી સોનાક્ષી સિન્હાએ પતિ ઝહીર ઇકબાલ સાથે ઈદ સેલિબ્રેટ કરી. તેણે ફોટોશૂટની તસવીરો શેર કરી, જેમાં સોનાક્ષી સાડી અને ઝહીર આઇવરી કુર્તામાં જોવા મળ્યા. એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને તેમના પતિ ક્રિકેટર ઝહીર ખાને પણ ઈદ સેલિબ્રેશનની તસવીરો શેર કરી અને ચાહકોને શુભેચ્છાઓ પાઠવી. હિના ખાને રમઝાનની છેલ્લી સેહરી માટે ડાઇનિંગ ટેબલ સજાવ્યું અને ઈદની શુભેચ્છાઓ પાઠવી. તે ગ્રીન આઉટફિટમાં મહેંદી લગાવેલી જોવા મળી.
    Click here to Read More
    Previous Article
    OpenAI to nearly double workforce to 8,000 by end-2026: Report
    Next Article
    મોટો-મોટો માભો બતાવીને 25 વાર લગ્ન કર્યા:નકલી IASની ગાડી પર ભારત સરકાર લખેલું, આસિસ્ટન્ટ પણ, સસરા ફુલાઈ જાતા; પોલ ખુલતા કહ્યું- મારી દીકરીનું જીવન બરબાદ કરનારને સજા મળે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment