Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભા ચૂંટણી 2026- NDAને 11માંથી 9 બેઠકો મળી:કોંગ્રેસ-BJDને 1-1 બેઠક; હરિયાણાના 88 મતની ગણતરીમાં 8 કલાક લાગ્યા

    1 day ago

    હરિયાણા, બિહાર અને ઓડિશાની 11 રાજ્યસભા બેઠકો પર સોમવારે ચૂંટણી યોજાઈ. NDAએ 11માંથી 9 બેઠકો પર જીત મેળવી. બિહારની તમામ પાંચ બેઠકો પર NDAના ઉમેદવારો વિજયી રહ્યા. ઓડિશાની 4 બેઠકોમાંથી 3 NDA અને 1 BJDએ જીતી. કોંગ્રેસે હરિયાણામાં એક બેઠક પર જીત મેળવી. હરિયાણામાં 88 મતોની ગણતરીમાં 8 કલાકનો સમય લાગ્યો. ચૂંટણી પંચે 18 ફેબ્રુઆરીએ 10 રાજ્યોમાં રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આમાંથી 26 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા, કારણ કે આ બેઠકો પર જેટલી બેઠકો હતી તેટલા જ ઉમેદવારો મેદાનમાં હતા. તેથી અહીં મતદાનની જરૂર પડી ન હતી. રાજ્યવાર રાજ્યસભા ચૂંટણીના પરિણામો… બિહાર: CM નીતિશ, ભાજપ અધ્યક્ષને 44-44 મત; મહાગઠબંધનના 4 ધારાસભ્યોએ મતદાન ન કર્યું બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નેશનલ બીજેપી પ્રેસિડેન્ટ નિતિન નવીને 44-44 મતો સાથે જીત નોંધાવી છે. JDUના રામનાથ ઠાકુરને 42 મત અને RLSM ચીફ ઉપેન્દ્ર કુશવાહાને 42 મત મળ્યા. ભાજપના ઉમેદવાર શિવેશ રામને 30 મત મળ્યા હતા. જોકે, બીજી પસંદગીના આધારે તેમણે 37 મત મેળવનાર RJDના એડી સિંહને હરાવ્યા. NDAના તમામ 202 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. મહાગઠબંધન તરફથી 37 ધારાસભ્યોએ જ મતદાન કર્યું. જીત માટે 41 ધારાસભ્યોની જરૂર હતી. આરજેડીએ અમરેન્દ્ર ધારી સિંહને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ વિપક્ષના 4 ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યા જ નહીં. તેમાં ઢાકા બેઠક પરથી RJD ધારાસભ્ય ફૈસલ રહેમાન અને કોંગ્રેસના બે ધારાસભ્યો સુરેન્દ્ર કુશવાહા અને મનોજ વિશ્વાસનો સમાવેશ થાય છે. ઓડિશા : બે બેઠકો પર ભાજપ, એક પર અપક્ષની જીત; BJDના ખાતામાં એક બેઠક ગઈ ઓડિશામાં ભાજપના મનમોહન સામલ, સુજીત કુમાર અને NDA સમર્થિત અપક્ષ ઉમેદવાર દિલીપ રેએ જીત મેળવી. ચોથી બેઠક પર બીજુ જનતા દળ (BJD)ના સંત્રુપ્તા મિશ્રા વિજયી થયા. BJDના દત્તેશ્વર હોતાને હારનો સામનો કરવો પડ્યો. ભુવનેશ્વરમાં રાજ્યસભાની વોટિંગ દરમિયાન BJD અને ભાજપના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ. હરિયાણામાં વોટમાં ગુપ્તતા લીક થવાને કારણે ગણતરી 8 કલાક મોડી શરૂ થઈ હરિયાણાની બે બેઠકો પર નિર્ધારિત સમય કરતાં લગભગ 8 કલાક પછી ગણતરી શરૂ થઈ. અહીં ભાજપે કોંગ્રેસના બે ધારાસભ્યોના વોટમાં ગુપ્તતા લીક થવાની ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે એક કોંગ્રેસ MLAનો વોટ રદ કર્યો. જ્યારે, બીજા વોટને માન્ય ગણવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભા ચૂંટણી- NDAને 11માંથી 9 બેઠકો મળી:કોંગ્રેસ-BJDને 1-1 બેઠક; હરિયાણાના 88 મતની ગણતરીમાં 8 કલાક લાગ્યા
    Next Article
    Bombay HC declines fisherfolk’s plea over tagging Khar (West) fish-drying area as slum, says fact-finding needed

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment