Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભા ચૂંટણી 2026- NDAને 11માંથી 9 બેઠકો મળી:કોંગ્રેસ-BJDને 1-1 બેઠક; હરિયાણામાં 5 કલાક મોડી ગણતરી, બિહારમાં મહાગઠબંધને 3 બેઠકો ગુમાવી

    2 days ago

    હરિયાણા, બિહાર અને ઓડિશાની 11 રાજ્યસભા બેઠકો પર સોમવારે ચૂંટણી યોજાઈ હતી. આમાં 9 બેઠકો પર NDA ઉમેદવારો અથવા NDA સમર્થિત ઉમેદવારોએ જીત નોંધાવી હતી. કોંગ્રેસ અને બીજુ જનતા દળ (BJD) એ એક-એક બેઠક પર જીત મેળવી હતી. રાજ્યવાર બેઠકોની વાત કરીએ તો બિહારની તમામ પાંચેય બેઠકો પર NDA ઉમેદવારો વિજયી રહ્યા. ઓડિશાની 4 બેઠકોમાંથી 3 NDA અને 1 બીજેડી ઉમેદવારે જીતી. હરિયાણાની બે બેઠકોમાંથી એક પર ભાજપ અને એક પર કોંગ્રેસે જીત મેળવી હતી. હરિયાણામાં સાંજે 4 વાગ્યે વોટિંગ પૂરું થઈ ગયું હતું, પરંતુ બે કોંગ્રેસ ધારાસભ્યોના મતો પર ભાજપના વાંધાને કારણે રાત્રે 10.25 વાગ્યે કાઉન્ટિંગ શરૂ થયું જે રાત્રે 1.30 વાગ્યા સુધી ચાલ્યું. ચૂંટણીમાં વોટિંગથી લઈને રિઝલ્ટ સુધીની પ્રક્રિયામાં 16 કલાક લાગ્યા. ચૂંટણી પંચે 18 ફેબ્રુઆરીએ 10 રાજ્યોમાં રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આમાંથી 26 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, કારણ કે આ બેઠકો પર જેટલી બેઠકો હતી એટલા જ ઉમેદવારો મેદાનમાં હતા. તેથી અહીં મતદાનની જરૂર ન પડી. બાકીની 11 બેઠકો પર 16 માર્ચે વોટિંગ થયું હતું. રાજ્યવાર રાજ્યસભા ચૂંટણીના પરિણામો… બિહાર: CM નીતીશ, ભાજપ પ્રેસિડેન્ટને 44-44 વોટ; મહાગઠબંધનના 4 ધારાસભ્યોએ નથી કર્યું મતદાન વોટિંગ બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નેશનલ ભાજપ પ્રેસિડેન્ટ નિતિન નવીને 44-44 વોટ સાથે જીત નોંધાવી છે. JDU ના રામનાથ ઠાકુરને 42 વોટ અને RLSM ચીફ ઉપેન્દ્ર કુશવાહાને 42 વોટ મળ્યા. ભાજપ કેન્ડિડેટ શિવેશ રામને 30 વોટ મળ્યા હતા. જોકે, બીજી પસંદગીના આધારે તેમણે 37 વોટ મેળવનાર RJD ના એડી સિંહને હરાવી દીધા. NDA ના તમામ 202 ધારાસભ્યોએ વોટ આપ્યા હતા. મહાગઠબંધન તરફથી માત્ર 37 ધારાસભ્યોએ જ વોટ આપ્યા. જીત માટે 41 ધારાસભ્યોની જરૂર હતી, પરંતુ 4 ધારાસભ્યો વોટ આપવા પહોંચ્યા જ નહીં. ઓડિશા: બે બેઠકો પર ભાજપ, એક પર અપક્ષની જીત; BJDના ફાળે એક બેઠક ગઈ ઓડિશામાં ભાજપના મનમોહન સામલ, સુજીત કુમાર અને NDA સમર્થિત અપક્ષ ઉમેદવાર દિલીપ રાયે જીત મેળવી. ચોથી બેઠક પર બીજુ જનતા દળ (BJD) ના સંત્રુપ્ત મિશ્રા વિજયી થયા. BJD ના દત્તેશ્વર હોતાને હારનો સામનો કરવો પડ્યો. ભુવનેશ્વરમાં રાજ્યસભાના વોટિંગ દરમિયાન BJD અને ભાજપના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ થઈ. હરિયાણા: ભાજપ-કોંગ્રેસ એક-એક બેઠક પર જીત્યા; અપક્ષ ઉમેદવાર હાર્યા હરિયાણામાં રાજ્યસભાની 2 માંથી એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સંજય ભાટિયાએ જીત નોંધાવી. જ્યારે બીજી બેઠક પર કોંગ્રેસના કર્મવીર બૌદ્ધ જીત્યા. અપક્ષ ઉમેદવાર સતીશ નાંદલ ચૂંટણી હારી ગયા. તેમને ભાજપનું સમર્થન હતું. કોંગ્રેસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટ કર્યો. જ્યારે, કોંગ્રેસનો એક વોટ રદ થયો. BJPએ હરિયાણામાં 1 બેઠક ગુમાવી, બિહારમાં મહાગઠબંધનને નુકસાન હરિયાણામાં ભાજપે એક બેઠક ગુમાવી, કોંગ્રેસને ફાયદો- હરિયાણામાં જે 2 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થઈ, તે બંને બેઠકો ભાજપ પાસે હતી. આમાં કિરણ ચૌધરી અને રામ ચંદ્ર જાંગડાનો કાર્યકાળ 9 એપ્રિલ 2026 ના રોજ પૂરો થઈ રહ્યો હતો. કોંગ્રેસે ભાજપના ખાતામાંથી એક બેઠક પોતાના નામે કરી લીધી છે. બિહારમાં મહાગઠબંધનને 3 બેઠકોનું નુકસાન- બિહારમાં જે 5 બેઠકો પર ચૂંટણી થઈ, તેમાં મહાગઠબંધન પાસે પહેલા 3 બેઠકો હતી. આમાં બે RJD અને 1 કોંગ્રેસ પાસે હતી જ્યારે NDA (JDU + BJP) પાસે 2 બેઠકો હતી. આ વખતની ચૂંટણીમાં મહાગઠબંધનની ત્રણેય બેઠકો પણ NDA ના ખાતામાં ગઈ છે. ઓડિશામાં બીજેડીને 3 બેઠકોનું નુકસાન- ઓડિશામાં ચારેય રાજ્યસભા બેઠકો પહેલા બીજેડીના કબજામાં હતી. જોકે, આ વખતે પાર્ટી માત્ર એક બેઠક જીતી શકી. પાર્ટીને 3 બેઠકો પર નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    India Stars Face Big ICC Snub Despite T20 WC Triumph. Pakistan Star Rewarded
    Next Article
    Over 250 Killed, 400 Injured In Pakistan Strike On Afghanistan Hospital

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment