Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2026નો સૌથી મોટો IPO SBI ફંડ્સ લોન્ચ કરશે:પ્રાઇસ બેન્ડ ₹545-574 નક્કી, 14 જુલાઈથી ઇશ્યૂ ખુલશે; ₹11,693 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ

    2 days ago

    ભારતીય શેરબજારમાં આ વર્ષનો સૌથી મોટો IPO આવવા જઈ રહ્યો છે. સ્ટેટ બેંકની સબસિડિયરી કંપની SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે આ માટે બુધવારે મોડી રાત્રે પોતાનો RHP એટલે કે, રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો. કંપની આ પબ્લિક ઇશ્યૂ દ્વારા 11,693 કરોડ રૂપિયા સુધી એકત્ર કરશે. 14 જુલાઈએ ખુલશે IPO, પ્રાઇસ બેન્ડ ₹545 રૂપિયાથી ₹574 રૂપિયા આ IPO માટે શેરનો પ્રાઇસ બેન્ડ 545 રૂપિયાથી 574 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રાઇસ બેન્ડની જાહેરાત પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીના શેર લગભગ 830 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યા હતા. આ એસેટ મેનેજમેન્ટ કંપની પોતાનો પબ્લિક ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 14 જુલાઈએ ખોલશે. પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 1.17 લાખ કરોડ રૂપિયા પહોંચી જશે. પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચશે, સંપૂર્ણપણે ઓફર ફોર સેલ આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. આમાં SBI પોતાનો 6.3% હિસ્સો એટલે કે 12.83 કરોડ શેર વેચશે. જ્યારે, તેની જોઈન્ટ વેન્ચર પાર્ટનર અમુન્ડી ઇન્ડિયા હોલ્ડિંગ પોતાનો 3.7% હિસ્સો એટલે કે 7.56 કરોડ શેર ઓપન માર્કેટમાં ઓફલોડ કરશે. વર્તમાનમાં SBI અને અમુન્ડી પાસે કંપનીનો લગભગ 98% હિસ્સો છે. શરૂઆતમાં અમુન્ડીનો આ હિસ્સો સોસિયેટે જનરલ SA પાસે હતો, જેને જૂન 2011માં અમુન્ડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ આ વર્ષનો પહેલો એક બિલિયન ડોલરથી મોટો IPO હશે. માર્કેટ સેન્ટિમેન્ટ: ટ્રમ્પના નિવેદનથી બજારમાં ઘટાડો, પરંતુ ટાઈમલાઈન પર અસર નહીં પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થયા પછી ગયા મહિને ઘણા મોટા IPO ફાઇલ કરવામાં આવ્યા હતા. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઈરાન સાથે સીઝફાયર ખતમ કરવાની વાત કરી. આનાથી ભારતીય બજારનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું છે. બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં 2% થી વધુનો ઘટાડો જોવા મળ્યો, જે માર્ચ પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. બજારમાં અનિશ્ચિતતા રહેશે, પરંતુ અમારો વિશ્વાસ અડગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દેવાશીષ મિશ્રાએ જણાવ્યું હતું કે, "બજાર હંમેશા અનિશ્ચિત રહેશે, પરંતુ અમારી કંપનીમાં લોકોનો વિશ્વાસ હંમેશા જળવાઈ રહેશે." જો બજારની સ્થિતિ વર્તમાન પરિસ્થિતિ કરતાં પણ ખરાબ હોત, તો પણ અમારા લોન્ચની ટાઈમલાઈન પર કોઈ અસર ન થાત. તેમણે કહ્યું કે આ IPOથી કંપનીને બજારમાં જરૂરી વિઝિબિલિટી મળશે. આનાથી અમે વધુ જવાબદાર અને પારદર્શક બનીશું, જેનાથી મ્યુચ્યુઅલ ફંડની પહોંચ વધારવામાં મદદ મળશે. નાણાકીય પ્રદર્શન: ₹29 લાખ કરોડથી વધુની સંપત્તિ સાથે દેશનો સૌથી મોટો એસેટ મેનેજર કંપનીના 2026ના વાર્ષિક અહેવાલ મુજબ, SBI ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં 1.8 કરોડ અનન્ય રોકાણકારોને તેની સેવાઓ પૂરી પાડે છે અને કુલ 128 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું સંચાલન કરે છે. તે કુલ ₹29 લાખ કરોડથી વધુની સંપત્તિ સાથે ભારતનો સૌથી મોટો એસેટ મેનેજર છે. કંપનીનો ત્રણ વર્ષનો નાણાકીય હિસાબ નાણાકીય વર્ષ 2026માં રેવન્યુ ₹4,390 કરોડ રહ્યું. આ નાણાકીય વર્ષ 2025ના ₹3,598 કરોડ કરતાં 22% વધુ છે. નફો 21% વધીને ₹3,067 કરોડ પર પહોંચી ગયો જે અગાઉ ₹2,540 કરોડ હતો. જ્યારે નાણાકીય વર્ષ 2024માં કંપનીએ ₹2,691 કરોડના રેવન્યુ પર ₹2,073 કરોડનો નફો નોંધાવ્યો હતો. ટાઈમલાઈન: 18 જુલાઈના રોજ એલોટમેન્ટ અને 21 જુલાઈના રોજ થશે લિસ્ટિંગ SBI ફંડ્સના IPOનું એલોટમેન્ટ 18 જુલાઈના રોજ ફાઇનલ થવાની અપેક્ષા છે. ત્યારબાદ કંપનીના શેરનું લિસ્ટિંગ 21 જુલાઈના રોજ NSE અને BSE બંને પર કરવામાં આવશે. નોલેજ પાર્ટ: શું હોય છે 'રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ' (RHP) રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ તે સત્તાવાર દસ્તાવેજ હોય છે જેને કોઈ પણ કંપની પોતાનો IPO લાવતા પહેલા માર્કેટ રેગ્યુલેટર પાસે જમા કરાવે છે. આ દસ્તાવેજમાં કંપનીના બિઝનેસ ઓપરેશન, નાણાકીય સ્થિતિ, પ્રમોટર્સની જાણકારી અને IPOના કારણોની સંપૂર્ણ વિગત હોય છે.
    Click here to Read More
    Previous Article
    Archbishop Jorge Garcia Invokes Lionel Messi's Words Ahead Of Switzerland Clash
    Next Article
    આજે PM મોદી ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ પહોંચશે:બંને દેશો વચ્ચે FTA કરારની ડીલ થશે, ઓકલેન્ડમાં 40 હજાર ભારતીયોને સંબોધશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment