Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 2026ના કેમિસ્ટ્રી નોબેલની જાહેરાત:ભારતીય મૂળના શંકર બાલાસુબ્રમણ્યમનું નામ ચર્ચામાં; DNA સિક્વન્સિંગ માટે આ જ વર્ષે વુલ્ફ કેમિસ્ટ્રી પુરસ્કાર મળ્યો

    20 hours ago

    2026ના કેમિસ્ટ્રી નોબેલ પુરસ્કારની જાહેરાત આજે થશે. આ વખતે પુરસ્કાર માટે ભારતીય મૂળના બ્રિટિશ વૈજ્ઞાનિક શંકર બાલાસુબ્રમણ્યમનું નામ પણ ચર્ચામાં છે. તેમને આ જ વર્ષે ડેવિડ ક્લાઇનરમેન અને પાસ્કલ મેયર સાથે વુલ્ફ કેમિસ્ટ્રી પુરસ્કાર મળ્યો છે. ત્રણેયને આગામી પેઢીની DNA સિક્વેન્સિંગ વિકસાવવામાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રોટીનમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર, સ્વયં બનતું અણુ સ્તર, પેરોવ્સ્કાઇટ સોલર સેલ અને ગ્લાયકોપ્રોટીન બનાવવાની શોધ કરનારા વૈજ્ઞાનિકોનાં નામ પણ ચર્ચામાં છે. નોબેલ પુરસ્કારના વિજેતાઓને ડિસેમ્બરમાં સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં સન્માનિત કરવામાં આવશે. તેમને મેડલ, ડિપ્લોમા અને પુરસ્કારની રકમ આપવામાં આવશે. 2026માં નોબેલ પુરસ્કારની રકમ આશરે 11.5 કરોડ રૂપિયા છે. શંકર બાલાસુબ્રમણ્યમે DNA વાંચવાની ઝડપ વધારી શંકર બાલાસુબ્રમણ્યમ અને ડેવિડ ક્લેનરમેને એવી ટેક્નિક વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, જેમાં એકસાથે મોટી સંખ્યામાં DNAની નકલો વાંચી શકાય છે. તેનાથી DNA સિક્વેન્સિંગની ઝડપ લગભગ 10 લાખ ગણી વધી અને તેની કિંમત પણ ઘણી ઓછી થઈ. તેમના કાર્યથી વિકસેલી સિક્વેન્સિંગ ટેક્નિકનો ઉપયોગ હવે દુનિયામાં થતી 90%થી વધુ સિક્વેન્સિંગમાં થાય છે. તેનાથી જનીન સંબંધિત બીમારીઓને સમજવામાં, સારવારની યોજના બનાવવામાં અને પ્રિસિઝન મેડિસિન એટલે કે દર્દી અનુસાર સારવાર નક્કી કરવામાં મદદ મળી છે. પાસ્કલ મેયરે આ ટેક્નિકને મોટા પાયે ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવવામાં યોગદાન આપ્યું. તેમણે કેમિસ્ટ્રી, માઇક્રોફ્લુઇડિક્સ, ઑપ્ટિક્સ અને કમ્પ્યુટર ટેક્નોલોજીને એકસાથે જોડીને હાઇ-થ્રુપુટ સિક્વેન્સિંગ સિસ્ટમ તૈયાર કરવામાં મદદ કરી. આથી માનવ જિનોમના સિક્વેન્સિંગનો ખર્ચ 200 ડૉલરથી પણ ઓછો કરવામાં મદદ મળી. ચેન્નઈમાં જન્મેલા, એક વર્ષની ઉંમરે બ્રિટન ગયા શંકર બાલાસુબ્રમણ્યમનો જન્મ 1966માં મદ્રાસ એટલે કે આજના ચેન્નઈમાં થયો હતો. ત્યાર પછીના જ વર્ષે તેઓ પોતાના માતા-પિતા સાથે બ્રિટન જતા રહ્યા. તેઓ હાલમાં યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજમાં હર્શેલ સ્મિથ પ્રોફેસર ઑફ મેડિસિનલ કેમિસ્ટ્રી છે. તેઓ કેન્સર રિસર્ચ યુકેના કેમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટમાં સિનિયર ગ્રુપ લીડર પણ છે. તેમણે 1988માં કેમ્બ્રિજમાંથી નેચરલ સાયન્સિસમાં BA અને 1991માં એન્ઝાઇમ કેમિસ્ટ્રીમાં PhDની ડિગ્રી મેળવી. 1994માં તેઓ કેમ્બ્રિજની ફેકલ્ટીમાં જોડાયા. તેમને 2017માં નાઇટહૂડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને રોયલ મેડલ, મિલેનિયમ ટેક્નોલોજી પ્રાઇઝ અને બ્રેકથ્રૂ પ્રાઇઝ ફૉર લાઇફ સાયન્સિસ પણ મળી ચૂક્યાં છે. પ્રોટીનની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે જાય છે, તે સમજાવનારા વૈજ્ઞાનિકો પણ દાવેદાર કેમિસ્ટ્રી નોબેલ માટે હેરી બી. ગ્રે અને જય વિંકલરના નામોની પણ ચર્ચા છે. બંનેએ પ્રોટીનની અંદર ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે, તે સમજાવવામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આપણા શરીરમાં ઊર્જા ઉત્પન્ન કરતી ઘણી પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જરૂરી હોય છે. બંને વૈજ્ઞાનિકોના કામથી એ સમજવામાં મદદ મળી કે ઇલેક્ટ્રોન પ્રોટીનની અંદર લાંબા અંતર સુધી કેવી રીતે પ્રવાસ કરે છે અને તેમાં પ્રોટીનની રચનાની શું ભૂમિકા હોય છે.
    Click here to Read More
    Previous Article
    कुंवारा बनकर थाईलैंड में रचाई शादी, 60 लाख ऐंठे, भारत पहुंची विदेशी पत्नी तो निकला 3 बच्चों का बाप, फूट-फूटकर रोई
    Next Article
    Stock Market Today LIVE: Sensex Falls Over 400 Points, Nifty 50 Below 22,700 Ahead Of RBI Policy; Titan, Asian Paints Decline

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment