Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા 2026’નો ધમાકેદાર પ્રારંભ:સવાના પાર્ટી લૉનમાં પ્રોજેક્શન મેપિંગથી મહા આરતી, ટિકિટ ફક્ત BookMyShow પર

    7 hours ago

    અમદાવાદમાં 11 ઑક્ટોબર, 2026ના રોજ સવાના પાર્ટી લૉન ખાતે ‘રંગ મોરલા 2026’ કાર્યક્રમની શરૂઆત હાઉસફુલ શો સાથે થઈ છે. TribeVibe Entertainment દ્વારા આયોજિત અને પ્રમોટ કરવામાં આવેલા આ મહોત્સવમાં પ્રથમ રાત્રિએ જ જાણીતા ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ પોતાના લાઈવ પર્ફોર્મન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાથે જ 19 ઑક્ટોબર, 2026 સુધી ચાલનારા નવરાત્રીના બાકીના 9 દિવસની ઉજવણીનો ઉત્સાહભર્યો પ્રારંભ થયો છે. 11થી 19 ઑક્ટોબર દરમિયાન યોજાનારા આ કાર્યક્રમની ટિકિટો ફક્ત BookMyShow પર ઉપલબ્ધ છે. પરંપરા અને આધુનિક પ્રોડક્શનનો સુમેળ કાર્યક્રમની પ્રથમ રાત્રે ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલો નવરાત્રીનો અનોખો અનુભવ રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ આયોજન, ખુલ્લી જગ્યા અને સુંદર સજાવટ વચ્ચે ખેલૈયાઓએ આદિત્ય ગઢવીના સૂર પર ગરબે ઘૂમીને ઉત્સવની મજા માણી હતી. આ આયોજનમાં ગુજરાતી લાઈવ સંગીત, ગરબા, ભક્તિ અને આધુનિક લાઈટિંગ તથા પ્રોડક્શનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. પ્રોજેક્શન મેપિંગ સાથે ખાસ મહાઆરતી સાંજનું સૌથી મોટું આકર્ષણ મહા આરતી રહી હતી, જેમાં ટેક્નોલોજી અને ભક્તિનો અનન્ય સંગમ જોવા મળ્યો. પ્રોજેક્શન મેપિંગની મદદથી સ્થળની આસપાસ આવેલાં વૃક્ષો પર માતાજીની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ અનોખી રજૂઆતે નવરાત્રીની શ્રદ્ધા અને સામૂહિક ઉજવણીની ભાવનાને વધુ ખાસ બનાવી દીધી હતી. આદિત્ય ગઢવીના હિટ ગીતોથી ગુંજી ઊઠ્યું ગ્રાઉન્ડ આદિત્ય ગઢવીએ પોતાની આગવી ગાયકીથી પ્રથમ રાત્રિને યાદગાર બનાવી હતી. તેમણે પોતાના લોકપ્રિય ગીતો જેવાં કે ‘મોર બની થનગાટ કરે’, ‘રંગ ભીની રાધા’, ‘રાધા ને કાન કરે વાત’ અને ‘વધાવો રે’ રજૂ કર્યાં હતાં. આ ઉપરાંત, તેમણે તાજેતરમાં જ રિલીઝ થયેલું ગીત ‘હાં રે દાન માંગે’ પણ ગાયું હતું. પ્રેક્ષકોએ તેમની સાથે ગાઈને અને ગરબા રમીને કાર્યક્રમનો પૂરતો આનંદ માણ્યો હતો. આગામી રાતો માટે કલાકાર, આયોજકોનો ઉત્સાહ સફળ પ્રારંભ બાદ આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદના લોકોએ પહેલી રાત્રે જે પ્રેમ અને ઉત્સાહ દર્શાવ્યો તે ખાસ હતો અને આગામી 9 રાત્રિઓ પણ આવી જ રીતે યાદગાર બનશે. બીજી તરફ, TribeVibe Entertainmentના સ્થાપક અને CEO શોવેન શાહે જણાવ્યું હતું કે રંગ મોરલા આજના સમયને અનુરૂપ લાઈવ મનોરંજન દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે. પ્રથમ રાત્રે મળેલો પ્રતિસાદ દર્શાવે છે કે પ્રેક્ષકો પરંપરા સાથે જોડાયેલા અને ઉત્કૃષ્ટ આયોજન ધરાવતા લાઈવ શો પસંદ કરે છે. આગામી તમામ રાતો દરમિયાન આ જ સ્થળે ગરબા માટે ખુલ્લી જગ્યા, લાઈવ પર્ફોર્મન્સ, વિશેષ સજાવટ અને મહેમાનો માટેની સુવિધાઓ સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગારિયાધારના વિરડીમાં મહિલા સહિત 5 શખસે આધેડને પતાવી દીધા:ઘરમાં ઘૂસી ધોકા-પાઈપથી તૂટી પડ્યા, ખનીજ ચોરીને લઈ ઠપકો આપ્યાની અદાવતમાં હુમલો કર્યાંનો મૃતકના ભત્રીજાનો આક્ષેપ
    Next Article
    ‘Protests to continue till Gyanesh Kumar resigns’: CJP leaders after release from custody

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment