Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેનના પ્રખ્યાત ફૂટબોલર મિગેલ પાલાંકા દ્વારા કોચિંગ:નવરચના સ્પોર્ટ્સ અકેડેમી દ્વારા હાઈ પર્ફોર્મન્સ બાસ્કેટબોલ-ફૂટબોલ કેમ્પ 2026ની શરૂઆત, 80 વિદ્યાર્થી નોંધાયા

    2 days ago

    નવરચના સ્પોર્ટ્સ અકેડેમીએ તેના હાઈ પર્ફોર્મન્સ બાસ્કેટબોલ અને ફૂટબોલ કેમ્પ 2026ની શરૂઆત કરીને શહેરમાં રમતગમત તાલીમનો એક નવો માપદંડ સ્થાપ્યો છે. આ પહેલ દ્વારા વડોદરાના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની કોચિંગ અને માર્ગદર્શન ઉપલબ્ધ બન્યું છે. ફૂટબોલર મિગેલ પાલાંકાનું માર્ગદર્શન આ કેમ્પમાં સ્પેનના પ્રખ્યાત ફૂટબોલર મિગેલ પાલાંકા જેઓ લા લિગામાં રિયલ મેડ્રિડ જેવી ટોચની ટીમ માટે રમ્યા છે અને UEFA A B લાયસન્સ ધરાવે છે, તેમ જ સ્પેનના અનુભવી બાસ્કેટબોલ કોચ ડેવિડ ટોરેસકુસા, જેમને યુરોપિયન લીગ્સ અને આંતરરાષ્ટ્રીય યુવા કાર્યક્રમોમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે, તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે. આ સાથે ભારતના પૂર્વ ખેલાડી દિશાંત શાહ, જે સ્થાનિક અને વૈશ્વિક રમતગમતનો સમન્વય ઉભો કરે છે. બાસ્કેટબોલ-ફૂટબોલ માટે 80 વિદ્યાર્થીઓ નોંધાયા આ કેમ્પ વડોદરાના 8 વર્ષ અને તેથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં બાસ્કેટબોલ અને ફૂટબોલ માટે 80થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. કોચિંગ 30 એપ્રિલ 2026થી શરૂ થયા છે, જેમાં સંરચિત તાલીમ, કૌશલ્ય વિકાસ, ફિટનેસ અને આધુનિક રમત સમજ પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે. આ પહેલનો મુખ્ય હેતુ યુવા ખેલાડીઓને વિશ્વસ્તરીય એક્સ્પોઝર અને તાલીમ આપવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર થઈ શકે. નવરચના સ્પોર્ટ્સ અકેડેમી પ્રદેશમાં રમતગમતના ટેલેન્ટને પ્રોત્સાહન આપવા અને ગ્રાસરૂટ સ્તરે રમતગમતને મજબૂત બનાવવા માટે સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાઇસિકલનું વિતરણ:SSG હોસ્પિટલ ખાતે નિષ્ઠાવાન તબીબોનું સન્માન કરાયું, અસહાય લોકોના જીવનમાં પરિવર્તન લાવનારને ટોકન ઓફ લવ
    Next Article
    સબ જેલમાંથી 3 મોબાઈલ ફોન ઝડપાયા:કાચા કામના કેદી પાસેથી મળ્યા, દીવાલમાં સંતાડેલા પણ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment