Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાતનો માસ્ટરસ્ટ્રોક:આજે લોન્ચ થશે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી-2026’, 51% ગ્રીન એનર્જીનો ઉપયોગ ફરજિયાત

    1 day ago

    દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ગુજરાતને અગ્રેસર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર આવતીકાલે 9 જુલાઈએ ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ લોન્ચ કરશે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સવારે 10 વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોલિસીનું અનાવરણ કરવામાં આવશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન-ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહેશે. રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકાય તે માટે સરકાર વિશેષ સહાય પૂરી પાડશે. આ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળનો ડિરેક્ટોરેટ ઓફ ICT એન્ડ ઈ-ગવર્નન્સ નોડલ એજન્સી તરીકે કામગીરી સંભાળશે અને રોકાણકારોને સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે. ગ્રીન એનર્જી વગર નહીં ચાલે ડેટા સેન્ટર ડેટા સેન્ટર્સ ચોવીસે કલાક કાર્યરત રહેતા હોવાથી તેમાં વીજળીનો વપરાશ અત્યંત વધુ હોય છે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન ડેવલોપમેન્ટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ શરત મૂકી છે કે દરેક ડેટા સેન્ટરે પોતાની કુલ વીજ જરૂરિયાતના ઓછામાં ઓછા 51 ટકા વીજળી રિન્યુએબલ એનર્જી એટલે કે સૌર અથવા પવન ઊર્જા મારફતે મેળવવી ફરજિયાત રહેશે. 2 ગીગાવોટના લક્ષ્યાંકથી વીજ વપરાશમાં 10% વધારો થશે સરકારના અંદાજ મુજબ, રાજ્યમાં ડેટા સેન્ટર ક્ષેત્ર માટે નક્કી કરાયેલા 2 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યાંક પૂર્ણ થતાં ગુજરાતના કુલ વીજ વપરાશમાં અંદાજે 10 ટકા એટલે કે 2,000 કરોડ યુનિટનો વધારો થશે. વધતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ટ્રાન્સમિશન નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. 2030 સુધી ગ્રીન એનર્જી ક્ષમતા ત્રણ ગણી કરવાનો લક્ષ્યાંક ડેટા સેન્ટર ઉદ્યોગના વિસ્તરણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં પણ મોટું આયોજન હાથ ધર્યું છે. હાલ રાજ્યની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા આશરે 20,000 મેગાવોટ છે, જેને વધારીને 2030 સુધીમાં 60,000 મેગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ ઇકોસિસ્ટમ અને ટેક્નોલોજી આધારિત રોકાણોને પ્રોત્સાહન આપતી આ પોલિસી ગુજરાતને આગામી વર્ષોમાં દેશના અગ્રણી ડેટા સેન્ટર ગંતવ્ય તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    In Diljit Dosanjh’s Satluj, the state writes the obituary but the river remembers the truth
    Next Article
    Indian Man Kills Wife In US, Sends Pic To Girlfriend. Then A 'Smoothie' Clue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment