Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં "વર્લ્ડ બાઇસિકલ ડે રાઇડ 2026"નું આયોજન:50થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ આપ્યો

    एक दिन पहले

    વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સુરતમાં "વર્લ્ડ બાઇસિકલ ડે રાઇડ 2026"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઇડમાં 50થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે સ્વાસ્થ્ય, પર્યાવરણ સંરક્ષણ, અંગદાન અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ આપ્યો. ગૌરવ પથ પર યોજાયેલી આ સાયકલ રાઇડનો મુખ્ય હેતુ લોકોને નિયમિત સાયકલિંગ અપનાવવા અને સ્વસ્થ જીવનશૈલી જીવવા પ્રત્યે જાગૃત કરવાનો હતો. સહભાગીઓએ 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ'ને સમર્થન આપતાં સાયકલિંગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમમાં 'અંગદાન મહાદાન અભિયાન' તરફથી દીક્ષિત ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંગદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે એક વ્યક્તિનું અંગદાન અનેક લોકોને નવું જીવન આપી શકે છે. તેમજ 'મનોસેતુ' તરફથી જાણીતા માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત અને સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રશાંત જરીવાલા પણ હાજર રહ્યા હતા. તેમણે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત કસરત, સાયકલિંગ અને સકારાત્મક જીવનશૈલીના મહત્વ પર ભાર મૂક્યો. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધારનાર ટ્રાયથલોન ગોલ્ડ મેડલ વિજેતા પૂજા ચૌરસિયા પણ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે ઉપસ્થિત સાયકલિસ્ટોને ફિટનેસ, રમતગમત અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી. આ પ્રસંગે વક્તાઓએ શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સમાજમાં તેના પ્રત્યે વધુ જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમનું આયોજન 'બાઇસિકલ મેયર ઓફ સુરત', 'ફિટ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ સાયકલિંગ એમ્બેસેડર' અને 'ફાઉન્ડર – સુરત સાયકલિસ્ટ' તરીકે જાણીતા અનિલ મરડિયા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં 'અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ', 'મનોસેતુ', 'સુરત સાયકલિસ્ટ્સ' તથા વિવિધ સાયકલિંગ ગ્રૂપ્સનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. આ રાઇડ દ્વારા "સાયકલ ચલાવો – સ્વસ્થ રહો, પર્યાવરણ બચાવો અને અંગદાન તથા માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવો" નો સંદેશ આપવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં વાવાઝોડાના કારણે 142 વીજપોલ ધરાશાયી થયા:પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં MGVCLને લાખો રૂપિયાનું નુકસાન, વીજ પુરવઠો ખોરવાયો
    Next Article
    Ranveer Singh Don 3 exit: Producers Guild backs Farhan Akhtar, warns against last-minute exits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment