Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રિવેણી વિદ્યાલયમાં 'સંસ્કૃતિ સંગમ-2026' વાર્ષિકોત્સવ:470 વિદ્યાર્થીએ 26 સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા

    2 days ago

    હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલી ત્રિવેણી વિદ્યાલય દ્વારા 'સંસ્કૃતિ સંગમ-2026' શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવ યોજાયો. આ કાર્યક્રમ સોમવારે મોડી સાંજે હિંમતનગર-ઇડર રોડ પર રાજપુર પાસે આવેલા સપ્તશ્રુંગી પાર્ટી પ્લોટ ખાતે શરૂ થયો હતો. બાલવાટિકાથી ધોરણ 9 અને 11 સુધીના કુલ 470 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ 26 રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ, ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિ જેવા વિષયો પર આધારિત વિવિધ રજૂઆતો કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિદ્યાલયના શંભુભાઈ ભટ્ટે માહિતી આપતાં જણાવ્યું કે, વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ ઇતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ધોરણ 1 થી 12 સુધીના શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પણ દાતાઓ અને સહયોગીઓના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા આ વાર્ષિકોત્સવે શિક્ષણ સાથે સંસ્કૃતિનો સુંદર સંગમ સર્જ્યો હતો અને વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવાનું ઉત્તમ માધ્યમ બન્યો.
    Click here to Read More
    Previous Article
    વડોદરા પોલીસે ખોવાયેલા મોબાઈલ પરત કર્યા:હરણીમાં ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ 12 નાગરિકોના ચહેરા પર ફરી સ્મિત લવાયું
    Next Article
    દ્વારકાધીશ મંદિરમાં છપ્પન ભોગ અર્પણ કરાયા:મંગલા આરતી સમયે ભક્તોએ દર્શનનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment