Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની નિધિ કુંવરાણીને વુમન્સ અચિવર-2026 એવોર્ડ:ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 32 બહેનો સન્માનિત

    2 days ago

    બોટાદ જિલ્લાની નિધિ કીર્તિ કુંવરાણી (વિરમગામી) ને ગાંધીનગર ખાતે 'વુમન્સ અચિવર-૨૦૨૬' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની કુલ ૩૨ મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરાઈ હતી. નિધિ કુંવરાણીએ શામળદાસ આર્ટસ કોલેજમાંથી સ્નાતક અને ભાવનગરની ડિપાર્ટમેન્ટ ઓફ ઈંગ્લીશમાંથી અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. હાલમાં તેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં પીએચ.ડી.ના શોધાર્થી છે. તેમની ત્રિભાષીય (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) રચનાઓ દેશ-વિદેશના સાહિત્ય પુસ્તકો, મેગેઝિનો અને વર્તમાનપત્રોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. તેમના ત્રિભાષીય સાહિત્યિક યોગદાન બદલ તેમને અગાઉ પણ દેશ-વિદેશની સંસ્થાઓ દ્વારા પ્રશંસાપત્રો અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન સમારોહ ગણપતિ ફાઉન્ડેશન ગાંધીનગર, ડોક્ટર દેસાઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સપોર્ટીવો ક્લબ-તમન્ના ફિલ્મ્સ દ્વારા 'નારી સશક્તિકરણ અને નારી સન્માન' ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મુખ્યત્વે મિલાપભાઈ તાતરિયા, ડોક્ટર દેસાઈ અને સપોર્ટીવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા લોકડાયરા કલાકાર ભીખુભાઈએ પણ હાજરી આપી બહેનો અને દીકરીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની ધમકી- ઈરાન પર 20 ગણી તાકાતથી હુમલો:અત્યાર સુધી 5000 ઠેકાણાઓ ટાર્ગેટ કરાયાં, જ્યાં સુધી દુશ્મનનો અંત નહીં થાય યુદ્ધ ચાલુ રહેશે
    Next Article
    Dixon Tech Valuation Still Higher And DRAM Prices May Continue To Weigh Heavily, Says Jefferies — Check Target Price

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment