Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડસ યુનિવર્સિટીમાં ‘રાસરંગ 2026’ની ઉજવણી:રંગબેરંગી પોશાકોમાં સજ્જ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ ગરબે ઘુમ્યા

    1 day ago

    ઇન્ડસ યુનિવર્સિટીમાં 10 ઑક્ટોબર, 2026ના રોજ ‘રાસરંગ 2026 – રાત્રિ બિફોર નવરાત્રિ’ કાર્યક્રમ યોજાયો. ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ગરબાની ભવ્યતા દર્શાવતા આ કાર્યક્રમમાં 2,000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ વર્ષના રાસરંગની ખાસિયત પરંપરાગત મંડળી શૈલીના ગરબા હતા. જાણીતી લાલો ઢોલી ટીમ ના કલાકારોએ પોતાની પ્રસ્તુતિથી ગરબાના માહોલને વધુ સંગીતમય બનાવ્યો. શરણાઈ અને ઢોલના તાલે વિદ્યાર્થીઓએ ગરબાની મોજ માણી. રંગબેરંગી પોશાકોમાં સજ્જ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને તેમના પરિવારજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ સાથે મળીને ગરબાની રમઝટ માણી અને નવરાત્રિના આગમનને યાદગાર બનાવ્યું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર વચ્ચે એકતા અને સાંસ્કૃતિક જોડાણને મજબૂત બનાવવામાં સફળ રહ્યો. ‘રાસરંગ 2026’ ગુજરાતની પરંપરા અને સામૂહિક આનંદની ઉજવણી બની રહ્યો. કાર્યક્રમનું સંકલન iSAC દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અભિષેક શર્માની માત્ર 18 બોલમાં ફિફ્ટી:સંજુના આઉટ થયા પછી ઈશાન કિશન સાથે વેસ્ટ ઇન્ડીઝના બોલર્સને ધોયા; ભારતનો સ્કોર 109/1
    Next Article
    શરદ પૂર્ણિમાએ મનપાનો ભવ્ય ગરબા મહોત્સવ:રાજકોટનું કંકણ ગ્રુપ અને અમરેલીનું જેસિંગપરા રાસ મંડળ ગરબાની રમઝટ બોલાવશે, 4,000 લોકો દૂધપૌવાની જ્યાફત માણશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment