Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાપાલિકા ચૂંટણી 2026નો પડકાર:21 ફેબ્રુઆરી 2021 ચૂંટણીના દિવસે તાપમાન 32 ડિગ્રી હતું છતાં 49% મતદાન, આ વખતે 26 એપ્રિલે 40 ડિગ્રી હશે!

    9 hours ago

    આગામી તા.26 એપ્રિલને રવિવારે ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાન છે ત્યારે રાજકીય પક્ષો અને તંત્ર માટે મતદારોને મતદાન મથક સુધી પહોંચતા કરવા જાગૃતિ ફેલાવવામાં ત્રણ મુખ્ય પરિબળો આડખીલીરૂપ બની શકે તેમ છે. મતદાન વધારવા માટે ગરમી, વેકેશન અને લગ્નસરા ત્રણ કોઠા વિંધવા પડે તેમ છે ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર નાગરિકોને અપીલ કરે છે કે સામાજિક પ્રસંગો કે ગરમી વચ્ચે પણ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીને સાર્થક કરીએ. કારણ કે 21 ફેબ્રુઆરી 2021 ચૂંટણીના દિવસે તાપમાન 32 ડિગ્રી હતુ છતા 49% મતદાન જ થયુ હતું. જ્યારે આ વખતે 26 એપ્રિલે તાપમાન 40 ડિગ્રી પાર કરવાની આગાહી છે ત્યારે મતદાનની ટકાવારી વધારવાનો પડકાર રહેશે. ત્રણ કોઠામાં એક તો છે એપ્રિલના અંતે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમીની હવામાન વિભાગની આગાહી, બીજો કોઠા છે લગ્ન ગાળો અને તેમાં 26મી એપ્રિલને રવિવાર લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત પૈકીનું એક છે. ત્રીજો કોઠો છે વેકેશન, હવે પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે અને વાલીઓ પોતાના બાળકો સાથે વેકેશનમાં હળવા ફરવા કે પોતાના વતનમાં જાય તે સ્વાભાવિક છે. આ પાસું પણ મતદાનની ટકાવારીની સામે પડે તેવું છે. આ સ્થિતિમાં સ્વયંભૂ મતદાન જાગૃતિ ફેલાઈ તેવો પ્રયાસ કરવો પડશે. ગત 2021ની મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન 21મી ફેબ્રુઆરીએ હતુ એટલે કે હજી ઉનાળો જામ્યો ન હતો અને બપોરે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી હતુ, પરીક્ષાઓ બાકી હતી તેમજ ઉનાળુ લગ્નોત્સવ પણ શરુ થયો ન હતો છતાં મતદાન 49.47 ટકા થયું હતુ. વળી 2021માં તો કોરોનાની ગાઇડલાઇન પણ હતી એટલે બહારગામ હરવા ફરવા જવાનો સવાલ પણ ન હતો. જ્યારે આ વખતે તાપમાન 40 ડિગ્રી પાર થઈ શકે છે, લગ્નસરા અને વેકેશન પણ મતદાન પર અસર કરી શકે છે. ભાવનગર ચૂંટણી વિશ્લેષણ મહાપાલિકાની છેલ્લી ચાર ચૂંટણીમાં મતદાનની ટકાવારી 1995ની મહાપાલિકા ચૂંટણીમાં 50.02 ટકા મતદાનનો વિક્રમ હજુ અતૂટ ભાવનગર મહાનગરપાલિકામાં ઇ.સ.1995ની ચૂંટણીમાં સૌથી વધુ 50.02 ટકા મતદાન થયેલું હતુ. ગત 2021ની ચૂંટણીમાં 49.47 ટકા મતદાન થતાં આ વિક્રમ માત્ર 0.55 ટકાના અંતરે તૂટતા રહી ગયો હતો. 2021માં જો થોડી મુશ્કેલી વોર્ડ વિભાજનની ન નડી હોત તો 2021ની મહાપાલિકાની ચૂંટણીમાં 1995માં સર્વાધિક મતદાનનો વિક્રમ ભૂતકાળ બની જાત. હવે આ વખતે જોઇએ કેટલી ટકાવારી થાય છે. ધંધા-રોજગાર માટે સ્થળાંતર ભાવનગરમાંથી ધંધા કે રોજગારની તક ઓછી થતા છેલ્લાં 5 વર્ષમાં ઘણા લોકો બહારગામ કમાવા માટે ગયા છે. આવા લોકો કામધંધા માટે બહાર રહેતા હોય છે, જેના કારણે તેઓ મતદાન દિવસે હાજર રહી શકતા નથી. આથી પણ મતદાન ઓછું થવાની શક્યતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાનું ચક્ષુદાન
    Next Article
    Gun, Kirpans, Knives: 11 Injured In Violent Clashes Inside Germany Gurdwara

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment