Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે કહ્યું- મુકેશ ગુજરાતી તો પક્ષમાં જ નથી:2024માં સભ્ય બનાવવા મામલે ટોપ-10માં છતાં પાર્ટીએ હાથ ખંખેર્યા, DCP નકુમ મામલે જજને પડકારી જબરા ફસાયા

    19 hours ago

    ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અત્યંત અભદ્ર, ભ્રામક અને વિવાદિત ટિપ્પણી કરનાર મુકેશ ગુજરાતી મામલે ભાજપે સત્તાવાર ખુલાસો કર્યો છે. આ વિવાદિત પોસ્ટને 6 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પક્ષ તરફથી કોઈ પગલાં ન લેવાતાં વકીલ આલમ અને લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા હતા. આ મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, મુકેશ ગુજરાતી ભાજપમાં કોઈ હોદ્દો ધરાવતા નથી તેમજ તેઓ પક્ષના પ્રાથમિક સભ્ય પણ નથી. તેમના તમામ નિવેદનો વ્યક્તિગત હોવાથી પક્ષને તેની સાથે કોઈ લેવાદેવા નથી, જેથી પક્ષ તરફથી શિસ્તભંગની કાર્યવાહી કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. હાઇકોર્ટ બાર એસોસિએશન બાદ સુરત બાર એસોસિએશન લડાયક મૂડમાં ન્યાયતંત્ર પર થયેલા આ શાબ્દિક હુમલા બાદ સમગ્ર વકીલ મંડળો ન્યાયતંત્રની ગરિમા અને સન્માન જાળવવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને આ વિવાદિત ટિપ્પણી સામે સખત ઠરાવ પસાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. હવે 'ધી સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન' પણ ખુલ્લેઆમ મુકેશ ગુજરાતી સામે મેદાને પડ્યું છે અને ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનને સત્તાવાર પત્ર પાઠવીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અપમાનજનક ભાષા અને વિકૃત માનસિકતા સામે વકીલોમાં આક્રોશ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને પત્રમાં મુકેશ ગુજરાતી દ્વારા ઉપયોગમાં લેવાયેલી હલકી કક્ષાની ભાષાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. મુકેશ ગુજરાતીએ જજને પડકાર ફેંકતી વાંધાજનક ટિપ્પણી કરી હોવાથી વકીલ મંડળે જણાવ્યું કે આ પ્રકારની ભાષા ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરવાનો અને અદાલતની છબી ખરડવાનો હીન પ્રયાસ છે, જે આવા તત્ત્વોની વિકૃત માનસિકતા દર્શાવે છે. ન્યાયતંત્રના સન્માન માટે વકીલ એકતાનો હુંકાર સુરત જિલ્લા વકીલ મંડળે ન્યાયમૂર્તિઓ અને ન્યાયતંત્રની પ્રતિષ્ઠા જાળવવા આરપારની લડત લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા મુકેશ ગુજરાતી વિરુદ્ધ કાનૂની સ્તરે જે કોઈ કડક પગલાં લેવામાં આવશે, તેમાં સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પૂર્ણ સમર્થન આપશે. વકીલોએ 'વકીલ એકતા ઝિંદાબાદ'ના નારા સાથે ન્યાયતંત્રની ગરિમા માટે કાનૂની લડત તેજ કરવાનો નિર્ણય કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    'HOD અમને મૌલાનાનો વીડિયો સંભળાવતા, કલમા પઢવાનું કહેતા':સુરત રેગિંગકાંડના સસ્પેન્ડેડ સુમૈયા મુલ્લા પર બે પૂર્વ મેડીકલ સ્ટુડન્ટનો આક્ષેપ, ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું હતું
    Next Article
    High Court Takes Note Of Meghalaya Violence, Orders Strong Action

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment