Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્મણ એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ ટીમના કોચ હશે:2023 ગેમ્સમાં ગોલ્ડ જીતાડ્યો હતો; સુનીલ જોશી, કાનિટકર અને ઘોષ સ્ટાફમાં સામેલ

    1 day ago

    નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ આ મહિને જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ ટીમના કોચ હશે. સ્પોર્ટ્સ મંત્રાલયે કોચની યાદી જાહેર કરી છે. લક્ષ્મણની સાથે સુનીલ જોશી, ઋષિકેશ કાનિટકર અને સુભદીપ ઘોષ પણ ટીમના કોચિંગ સ્ટાફમાં રહેશે. લક્ષ્મણે 2023માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતીય ટીમને કોચિંગ આપ્યું હતું, જ્યાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગંભીર વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં રહેશે ટીમના નિયમિત હેડ કોચ ગૌતમ ગંભીર વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરઆંગણેની વન-ડે સિરીઝ દરમિયાન સિનિયર ટીમ સાથે રહેશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી વન-ડે 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ તેના ચાર દિવસ પછી રમશે. મહિલા ટીમની કમાન મજુમદાર પાસે અમોલ મજુમદાર ભારતીય મહિલા ટીમની કમાન સંભાળવાનું ચાલુ રાખશે. છેલ્લી વખત કાનિટકરના કોચિંગ હેઠળ મહિલા ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મજુમદાર સાથે બોલિંગ કોચ આવિષ્કાર સાલ્વી અને ફિલ્ડિંગ કોચ મુનીશ બાલી રહેશે. ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત જાપાન સામે ક્વાર્ટર ફાઇનલથી કરશે. મેન્સ ટીમનો મુકાબલો ગ્રુપ-Aમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. ગ્રુપ-Aમાં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ‘Saffron hooliganism’ coverage FIRs: HC asks for no coercive action against Anandabazar Patrika journalists
    Next Article
    ચીન- PhD છોડીને યુવક રિસર્ચ પેપરની ગડબડીઓ શોધવા લાગ્યો:40 વૈજ્ઞાનિકોની છેતરપિંડી પકડાઈ, જિનપિંગ સરકારે ફંડિંગ-પુરસ્કારો છીનવી લીધા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment