Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2021ની નીરસતા સામે આ વખતે 'બમ્પર વોટિંગ'નો કરંટ:વરાછા-કતારગામના 'પાટીદાર બેલ્ટ'માં મિજાજ બદલાયો, જંગી મતદાનથી સત્તાધારી-વિપક્ષની ઉંઘ ઉડી, 4 વોર્ડમાં 19% સુધીનો ઉછાળો

    9 hours ago

    સુરત મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળ્યો છે. વર્ષ 2021ની ચૂંટણીમાં જ્યારે સુરતીઓએ મતદાન પ્રત્યે ખાસ્સી નીરસતા દાખવી હતી, ત્યારે આ વખતે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. ગત ચૂંટણીના આંકડાઓ સાથે વર્તમાન મતદાનની સરખામણી કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં 'બમ્પર વોટિંગ' થયું છે. જોકે, આ સરખામણીમાં એક ચોંકાવનારું તથ્ય એ પણ બહાર આવ્યું છે કે જે વિસ્તારોને 'શિક્ષિત અને પોશ' માનવામાં આવે છે, ત્યાંના મતદારોએ ફરી એકવાર લોકશાહીના પર્વમાં ઉદાસીનતા દાખવી છે. વર્ષ 2021માં મતદાનની જે ટકાવારી હતી તેના કરતા પણ આ વખતે અમુક પોશ વિસ્તારોમાં ઘટાડો નોંધાયો છે, જે રાજકીય વિશ્લેષકો માટે કુતૂહલનો વિષય બન્યો છે. 4 વોર્ડમાં મતદારોએ તાકાત બતાવી, 19% સુધીનો ઉછાળો ગત 2021ની ચૂંટણીની સરખામણીમાં આ વખતે સુરતના અમુક વોર્ડમાં મતદારો એટલી હદે જાગૃત થયા છે કે મતદાનના આંકડાઓમાં 15% થી 19% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને વોર્ડ-25 (લિંબાયત-ઉધના યાર્ડ)માં સૌથી મોટું પરિવર્તન આવ્યું છે. 2021માં આ વિસ્તારમાં માત્ર 43.11% મતદાન થયું હતું, જે આ વખતે વધીને 62.52% એ પહોંચ્યું છે. એટલે કે સીધો 19.41% નો વધારો! આ જ રીતે વોર્ડ-13 (વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા)માં 16.65% અને વોર્ડ-12 (નાણાવટ-સૈયદપુરા)માં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. વોર્ડ-30 (કનસાડ-સચિન)માં પણ 2021ના 45.19% સામે આ વખતે 59.73% વોટિંગ થતા સ્પષ્ટ સંકેત મળે છે કે શ્રમિક અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં મતદાનની દિશા બદલાઈ છે. અડાજણ-પાલમાં 2021 કરતા પણ ઓછું મતદાન આખા સુરતમાં જ્યારે મતદાન વધવાની લહેર જોવા મળી છે, ત્યારે શહેરના સૌથી પોશ ગણાતા અડાજણ, પાલ અને ઈચ્છાપોર જેવા વિસ્તારોએ આશ્ચર્યજનક રીતે પીછેહઠ કરી છે. વોર્ડ-10 (અડાજણ-પાલ-ઇચ્છાપોર)માં 2021માં 48.11% મતદાન થયું હતું, જેની સામે આ વખતે તે ઘટીને માત્ર 46.31% પર જ સીમિત રહ્યું છે. તેવી જ રીતે વોર્ડ-16 (પુણા-પશ્ચિમ)માં પણ મતદાનની ટકાવારી 43.77% થી ઘટીને 43.62% થઈ ગઈ છે. આખા સુરતમાં સૌથી ઓછું મતદાન પણ આ જ વોર્ડમાં નોંધાયું છે. શિક્ષિત વર્ગની આ ઉદાસીનતા સાબિત કરે છે કે સુવિધાસંપન્ન વિસ્તારોમાં મતદારો રજાના મૂડમાં રહ્યા અથવા તો તેઓ રાજકીય પક્ષો પ્રત્યે કોઈ ખાસ ઉત્સાહ ધરાવતા નથી. આંજણા-ડુંભાલ પોતાનો જ રેકોર્ડ તોડી ફરી અવ્વલ સુરતના વોર્ડ-19 (આંજણા-ડુંભાલ) વિસ્તારના મતદારોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ મતદાન બાબતે સૌથી વધુ જાગૃત છે. 2021ની ચૂંટણીમાં પણ આ વોર્ડ 56.18% મતદાન સાથે શહેરભરમાં પ્રથમ ક્રમે હતો. આ વખતે આ જ વોર્ડે પોતાનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને 65.34% જેટલું રેકોર્ડબ્રેક મતદાન કર્યું છે. આ આંકડો સમગ્ર સુરત શહેરમાં સૌથી વધુ છે. પરપ્રાંતીય અને શ્રમિક વસ્તી ધરાવતા આ વિસ્તારમાં મતદાનનો આટલો મોટો જુવાળ રાજકીય પક્ષોના ગણિત બગાડી શકે તેમ છે. આ વિસ્તારમાં થયેલું જંગી મતદાન ચોક્કસપણે કોઈ મોટી લહેર કે પરિવર્તનનો સંકેત આપી રહ્યું છે. વેસુ-ભટારમાં 10% નો સુધારો છતાં શહેરની સરેરાશથી પાછળ સુરતના નવા વિકસી રહેલા વોર્ડ-22 (ભટાર-વેસુ-ડુમસ)માં 2021ની ચૂંટણીમાં સૌથી કંગાળ 34.99% મતદાન નોંધાયું હતું. જોકે, આ વખતે અહીંના મતદારોમાં થોડી જાગૃતિ જોવા મળી છે અને મતદાનની ટકાવારી 45.46% સુધી પહોંચી છે. ટકાવારીની દ્રષ્ટિએ અહીં 10% નો નોંધપાત્ર સુધારો થયો છે, તેમ છતાં શહેરની અન્ય વિસ્તારોની સરેરાશ (50% થી વધુ) સામે આ વિસ્તાર હજુ પણ પાછળ છે. વેસુ જેવા હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં મતદારો હજુ પણ મતદાનના દિવસે બહાર નીકળવામાં આળસ કરી રહ્યા હોય તેવું આ આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે. કતારગામમાં 14% નો જંગી ઉછાળો સુરતના રાજકારણમાં હંમેશા કેન્દ્રસ્થાને રહેતા પાટીદાર બેલ્ટ એટલે કે વરાછા અને કતારગામમાં પણ આ વખતે મતદાનમાં ઉછાળો જોવા મળ્યો છે. 2021માં વોર્ડ-7 (કતારગામ-વેડ) 52.03% મતદાન સાથે મોખરે હતો, જેમાં આ વખતે નજીવો વધારો થઈ 52.59% થયો છે. પરંતુ સૌથી મોટું આશ્ચર્ય વોર્ડ-6 (કતારગામ)માં જોવા મળ્યું છે, જ્યાં 2021માં 43.40% મતદાન હતું તે આ વખતે સીધું 14% વધીને 57.45% એ પહોંચ્યું છે! કાપોદ્રા (વોર્ડ-4)માં પણ મતદાન 46.12% થી વધીને 49.45% થયું છે. પાટીદાર બહુલ વિસ્તારોમાં મતદાન વધવું તે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે. શ્રમિકોની જાગૃતિ સામે શિક્ષિતોની નારાજગી? ભાસ્કરના એનાલિસિસ મુજબ, 2021માં સુરતનું સરેરાશ મતદાન 40 થી 48% ની વચ્ચે રહેતું હતું, જે આ વખતે સીધું 50 થી 60% ની રેન્જમાં પહોંચી ગયું છે. ખાસ કરીને પરપ્રાંતીય, શ્રમિક વર્ગ અને જુના સુરતના ગીચ વિસ્તારોમાં 15% થી વધુનો ઉછાળો દર્શાવે છે કે આ વર્ગમાં કાં તો સરકાર પ્રત્યેની કોઈ નારાજગી છે અથવા તો કોઈ ખાસ વિચારધારાને સમર્થન આપવા માટે સામૂહિક મતદાન થયું છે. બીજી તરફ, અડાજણ અને પાલ જેવા વિસ્તારોમાં મતદાન ઘટવું તે ગંભીર બાબત છે. આ વિસ્તારોમાં રહેતો શિક્ષિત અને ધનિક વર્ગ કાં તો ચૂંટણી પ્રક્રિયાથી અસંતુષ્ટ છે અથવા તો મતદાનના દિવસે તેઓ 'રજા' માણવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રનચેઝમાં લખનઉના બેટર્સની ખૂબ જ ધીમી બેટિંગ:ટીમે ત્રીજી વિકેટ ગુમાવી દીધી; કેપ્ટન પંત આજે પણ નિષ્ફળ; નારાયણને વિકેટ મળી
    Next Article
    LSG vs KKR Live Score, IPL 2026: Rs 27 Crore Star Falls Short Of Fifty, LSG 4 Down In Chase vs KKR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment