Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંબુસર 2021 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:વડોદરાથી રીઢો આરોપી ઝડપાયો, 20થી વધુ ગુના નોંધાયેલા

    20 hours ago

    ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ જંબુસરમાં વર્ષ 2021માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. LCB એ વડોદરાથી એક રીઢા આરોપી નિહાલ રાજેન્દ્રકુમાર બારોટને ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે LCB ટીમે આરોપી નિહાલ બારોટ (રહે. અલમદીના રેસિડેન્સી, વડોદરા) ને વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલા એમ્પાયરિયલ હાઇટ્સ પાસેથી પકડ્યો હતો. આરોપી સામે વડોદરા શહેર સહિતના વિવિધ પોલીસ મથકોમાં ચોરી અને ઘરફોડ ચોરીના 20થી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેણે નવેમ્બર 2021માં એક્ટિવા પર જંબુસર આવી વિવિધ સોસાયટીઓમાં રેકી કરી હતી. ત્યારબાદ રેલવે સ્કૂલ પાછળની પંચશીલ સોસાયટીના એક બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી હતી. આરોપીએ કબાટમાંથી આશરે બે તોલાનો સોનાનો હાર-એરિંગ અને સુટકેસમાં રાખેલા રૂ.50 હજાર રોકડની ચોરી કરી હતી. LCB એ આરોપી પાસેથી રૂ.5 હજાર રોકડા અને રૂ.10 હજારની કિંમતનો સેમસંગ મોબાઈલ મળી કુલ રૂ.15 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે જંબુસર પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મમતાએ કહ્યું- BJPએ ચૂંટણી 'હાઈજેક' કરી:મત લૂંટવા માટે SIRનો ઉપયોગ, બંગાળમાં પોલીસ દ્વારા ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે
    Next Article
    Content Creator Visits Italy, Tries Pizza For Just Rs 170

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment