Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવી સુગર ચૂંટણીમાં જૂનો વીડિયો વાઈરલ:2020માં વિરોધ કરનાર અમિત પટેલ સત્તા માટે જયંતિ પટેલના શરણે

    3 days ago

    ગુજરાતમાં શેરડીના ઊંચા ભાવ આપવા માટે જાણીતી ગણદેવી ખાંડ સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સંસ્થા પર સત્તા મેળવવા માટે આ વખતે ગળાકાપ હરીફાઈ છે. કુલ 16 બેઠક માટે 87 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. આ ચૂંટણી પ્રચાર વચ્ચે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થતાં સહકારી રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ગઈકાલ સુધી અલગ-અલગ વિચારધારા ધરાવતા અને એકબીજાના કટ્ટર હરીફ ગણાતા બે સહકારી આગેવાનો સત્તા મેળવવા માટે આ વખતે એક જ પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઘટનાથી ખેડૂત મતદારોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. હાલની ચૂંટણીમાં સત્તાધારી 'સમન્વય પેનલ'માંથી અમિત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ગણદેવી ખાંડ સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ અને અઠંગ ખેલાડી જયંતિ પટેલની આગેવાની હેઠળ મેદાનમાં ઉતર્યા છે. જયંતિ પટેલ વર્ષો સુધી આ સંસ્થાના પ્રમુખ પદે રહ્યા બાદ હવે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તેમ છતાં, તેઓ સમન્વય પેનલને વિજયી બનાવવા માટે પોતાના વર્ષોના અનુભવનો નિચોડ માર્ગદર્શન સ્વરૂપે આપી રહ્યા છે. પરંતુ, આ જોડાણમાં એક મોટો વળાંક છે. વર્ષ 2020ની ગણદેવી સુગરની ચૂંટણી વખતે આ જ અમિત પટેલે પોતાની વર્તમાન પેનલના 'ગોડ ફાધર' ગણાતા જયંતિ પટેલ (જયંતિ બાવજી) વિશે અત્યંત ઘસાતા શબ્દો બોલ્યા હતા. 2020ની ચૂંટણીમાં પડઘા ગામે પ્રચાર દરમિયાન અમિત પટેલે આપેલા ભાષણનો એ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે અને વર્તમાન ચૂંટણીમાં તેની ઊંડી અસર પડી રહી છે. વાયરલ વીડિયોમાં અમિત પટેલે જયંતિકાકા વિશે શું કહ્યું હતું? કાલે પણ પડગા ગામની અંદર સભામાં જયંતિ કાકાએ કીધું, 'મારી બોર્ડ ચુંટાઈને આવશે. પ્રથમ બોર્ડની અંદર જ હું બે લાખ ગુણ એક્સપોર્ટ કરી દઈશ.' મારે એ કહેવું છે જયંતિ કાકાને, જયંતિ કાકાની ઉંમર 80 વર્ષ થઈ ગઈ. હવે એમને છે ને વયોવૃદ્ધિને કારણે બાલ્યાવસ્થા આવેલી છે. એ બાલ્યાવસ્થામાં એ શું બોલે છે, શું કરે છે એનું કોઈ ભાન નથી અને કોઈ જ્ઞાન નથી રહ્યું હવે. અને એની સાથે જે ડિરેક્ટરો છે, એ બધા ઊંચી આંગળી કરવા વાળા છે. અમે ખેડૂતોના હિત માટે જ લડત આપી છે, એટલે અમે એમને ગમતા નથી... પણ. આપ લોકોના આશીર્વાદ હોય તો હું ઘરે બેસવાનો નથી.
    Click here to Read More
    Previous Article
    કેટરિના કૈફે બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી:પતિ વિક્કી કૌશલ સાથે મસ્તી ને પુત્ર વિહાન સાથે રમતી દેખાઈ, કેપ્શનમાં લખ્યું- સૌથી સુંદર જન્મદિવસ
    Next Article
    અદાણી CNGના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો ઝીંકાયો:નવો ભાવ પ્રતિ કિલો 90.02 રૂપિયા, 2026ના વર્ષમાં કુલ 10 રૂપિયાનો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment