Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કરિંગ કરતી યુવતી સાથે 2015માં ફરિયાદીની થઇ'તી મિત્રતા:'રમી ગોલ્ડ' ગેમિંગ એપમાં રોજનું 2% વળતર મળશે કહી રોકાણના નામે વળતરની લાલચ આપી સંગીતકાર સાથે રૂ.50,000ની ઠગાઈ

    8 hours ago

    રાજકોટ શહેરમાં રહેતા યુવાન સાથે 'રમી ગોલ્ડ' ગેમિંગ એપમાં રોજનું 2% વળતર મળશે કહી રૂપિયા 50,000નું રોકાણ કરાવી ચાર દિવસ સુધી વળતર આપ્યા બાદ મોબાઈલ ફોન બંધ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે હાલ રિયા ગોર નામની યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવક સિંગર હોવાથી વર્ષ 2015માં એન્કરિંગ કરતી યુવતી રિયા ગોર સાથે પરિચય થયો હતો અને ફેબ્રુઆરી 2025માં વળતરની લાલચ આપી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી ઉમંગ મહેતા (ઉ.વ.30)એ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં 31st ડિસેમ્બર ની પાર્ટીમાં એન્કર તરીકે રિયા ગોર આવેલ હતી જેની સાથે પરિચય થયા બાદ મિત્રતા થઇ હતી આ પછી ફેબ્રુઆરી 2025ના રોજ રિયા ગોર દ્વારા દુબઇની 'RUMMY GOLD INVEST NOW' નામની કંપની છે જેમાં વળતર કરવાથી સારું વળતર મળે છે અને કંપની દ્વારા રોકાણના બદલામાં દરરોજ 2% વળતર આપવામાં આવશે તેમ કહી રોકાણ કરવા આગ્રહ કર્યો હતો. જેમાં મેં રૂપિયા 50 હજારનું રોકાણ કર્યું હતું. રૂપિયા 50,000ના વળતર સામે ચાર દિવસ સુધી દરરોજનું રૂપિયા 1000 મળી કુલ 4000 વળતર આપવામાં આવ્યું હતું જો કે આ પછી રિયા દ્વારા વળતર આપવામાં આવતું ન હતું અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. અવારનવાર સંપર્ક પણ કરવામાં આવ્યો હતો છત કોઈ સંપર્ક ન થતા પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી અને બાદમાં આજ દિવસ સુધી રૂપિયા પરત ન કરતા આખરે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ ભક્તિનગર પોલીસે રિયા ગોર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    छात्रों ने आज मौन जुलूस निकाला, पुलिस को बांटे गुलाब के फूल। Ranchi Students Protest | Jharkhand
    Next Article
    થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન રોકવા આકસ્મિક તપાસ:ચોટીલા SDMએ જામવાડી સહિતના વિસ્તારોમાં બંધ કરાયેલા કોલસાના કુવાઓની સ્થળ તપાસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment