Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ પત્રકાર તરુણ તેજપાલ રેપ કેસમાં દોષિત જાહેર:બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય પલટાવ્યો; 2013માં સહકર્મી પત્રકારે આરોપ લગાવ્યો હતો

    13 hours ago

    બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે ગુરુવારે તહેલકા મેગેઝીનના પૂર્વ એડિટર-ઈન-ચીફ તરુણ તેજપાલને 2013ના રેપ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટ આજે જ તેમની સજા પર નિર્ણય સંભળાવશે. આ પહેલા મે 2021માં ગોવાની ટ્રાયલ કોર્ટે પુરાવાના અભાવે તેજપાલને નિર્દોષ છોડી મૂક્યા હતા. હાઈકોર્ટના જસ્ટિસ ડો. નીલા ગોખલે અને જસ્ટિસ અમિત જામદારની બેન્ચે 3 દિવસ સુધી ચાલેલી અંતિમ સુનાવણી બાદ 30 જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલો નવેમ્બર 2013નો છે. તહેલકાની એક મહિલા પત્રકારે આરોપ લગાવ્યો હતો કે ગોવામાં આયોજિત થિંક ફેસ્ટ દરમિયાન 7 અને 8 નવેમ્બરની રાત્રે હોટલની લિફ્ટમાં તરુણ તેજપાલે બે વાર તેમનું યૌન શોષણ કર્યું હતું. ફરિયાદ પહેલા તહેલકા મેનેજમેન્ટને આપવામાં આવી હતી, જે બાદ મામલો જાહેર થતાં ગોવા પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. તહેલકામાં ફરિયાદ, ગોવા પોલીસે FIR નોંધી મહિલા પત્રકારે સૌથી પહેલા તહેલકાના મેનેજિંગ એડિટર શોમા ચૌધરીને ઈ-મેલ મોકલીને ફરિયાદ કરી. તેમાં તેમણે લેખિત માફી, સમગ્ર સ્ટાફ સામે ઘટના સ્વીકારવા અને આંતરિક યૌન ઉત્પીડન ફરિયાદ સમિતિ (ICC) રચવાની માંગ કરી હતી. મામલો સાર્વજનિક થયા બાદ ગોવા પોલીસે સ્વયં ધ્યાનમાં લઈને FIR નોંધી અને તપાસ શરૂ કરી. તપાસમાં CCTV ફૂટેજ, ઈ-મેલ અને સાક્ષીઓના નિવેદનો સહિત અન્ય પુરાવા ભેગા કરવામાં આવ્યા. ત્યારબાદ તેજપાલની ધરપકડ થઈ. ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કરતા કહ્યું- પૂરતા પુરાવા નથી ટ્રાયલ કોર્ટે 21 મે 2021ના રોજ તેજપાલને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, 'ગુનો સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.' આ નિર્ણયને ગોવા સરકારે બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સરકારનો તર્ક હતો કે નીચલી કોર્ટે પુરાવાઓને યોગ્ય રીતે સમજ્યા ન હતા અને પીડિતાની જુબાનીનું ખોટું મૂલ્યાંકન કર્યું હતું. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટનો નિર્ણય પલટાવતા તેજપાલને IPCની કલમ 376(2)(f), 376(2)(k), 354A અને 354B હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ કલમો બળાત્કાર, જાતીય સતામણી અને મહિલાને નિર્વસ્ત્ર કરવાના ઇરાદાથી હુમલો કરવા સંબંધિત છે. પત્રકારત્વ કરતા પબ્લિશર પણ બન્યા તેજપાલ દેશના જાણીતા પત્રકાર, લેખક અને નવલકથાકાર રહ્યા છે. તેમની પાસે પત્રકારત્વનો 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે પોતાની પબ્લિશિંગ કંપની ઇન્ડિયા ઇન્ક પણ શરૂ કરી હતી. આ એ જ કંપની છે, જેણે 1998માં અરુંધતી રોયની નવલકથા 'ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ' છાપી હતી. જેને બુકર પ્રાઇઝ મળ્યો હતો. આઉટલુક છોડ્યા પછી માર્ચ 2000માં તેમણે અન્ય પત્રકાર અનિરુદ્ધ બહલ સાથે મળીને ઓનલાઈન ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ 'તહેલકા ડોટ કોમ' શરૂ કરી હતી. વર્ષ 2004માં તે એક ટેબ્લોઇડ ન્યૂઝપેપરમાં રૂપાંતરિત થઈ, જ્યારે 2007માં તેને મેગેઝિનનું સ્વરૂપ આપવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં હિટ એન્ડ રન, મેડિકલ સ્ટુડન્ટનું મોત:એમ્બ્રોડરીના કારખાનેદારની દીકરીની પીઠ પર કારનું ટાયર ફરી વળ્યું, ઈન્ટરનલ બ્લીડિંગ-ઓર્ગન ડેમેજ થયા
    Next Article
    ઝારખંડમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સરકાર સાથે વાતચીત કરવા તૈયાર:શરત મૂકી- મુખ્યમંત્રી મીડિયા સામે વાત કરે; પરીક્ષા લેનાર કંપનીનો એકાઉન્ટન્ટની ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment