Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષ 2010 પહેલાના શિક્ષકો માટે TET ફરજિયાતના નિર્ણયનો વિરોધ:અમરેલીમાં શિક્ષકોએ એક દિવસીય ધરણા કર્યાં, નિર્ણયને તાત્કાલિક પરત ખેંચવાની માંગ

    1 day ago

    અમરેલીમાં રાજ્ય સરકારના વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા પ્રાથમિક શિક્ષકો માટે ટેટ (TET) પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણય સામે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહ્વાન મુજબ, અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમ ગુજરાતના 34 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં યોજાયો હતો, જેના ભાગરૂપે અમરેલીના શિક્ષકોએ પણ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો. શિક્ષકોની મુખ્ય માંગણી છે કે, વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી તાત્કાલિક અસરથી મુક્તિ આપવામાં આવે. અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કૃપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યારે આ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે ટેટ પરીક્ષાની કોઈ જોગવાઈ કે સ્પષ્ટતા નહોતી. હાલ આ શિક્ષકો 20થી 25 વર્ષ જેટલી સેવા પૂર્ણ કરી ચૂક્યા છે. આવા સમયે અચાનક ટેટ પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય અયોગ્ય અને અન્યાયી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરે છે. આગામી સમયમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે પણ કાર્યક્રમ આપવામાં આવશે, તેને અનુસરીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:શિક્ષક સંઘની ધરણા પ્રદર્શન કરી TETમાંથી મુક્તિની માંગ કરી, 100 હિન્દુ મહિલાઓને ફાસાવનાર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ
    Next Article
    રૂરલ પોલીસની અનોખી પહેલ:આપઘાતનો પ્રયાસ કરનારાઓ માટે સાયકોલોજિકલ કાઉન્સેલિંગ સેન્ટર, 3 માસમાં સ્યુસાઇડનો પ્રયાસ કરનારા 217 લોકોનું કાઉન્સેલિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment