Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ':DGP અને કલેક્ટર ઓફિસ, મંદિર, સાબરમતી સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેઈલ

    13 hours ago

    '2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ'નો ધમકી ભર્યો ઈમેઈલ ગુજરાતની DGP ઓફિસને મળ્યો છે. જે ધમકીભર્યાં મેઈલમાં DGP ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ, 1 મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાનના નામથી કોઈ અજાણ્યા શખસે આ ઈમેલ મોકલ્યો છે. ધમકીભર્યો ઈમેઈલ મળતા જ અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. એ સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોર્ડની ટીમ પણ જેલમાં તપાસ કરશે. વડોદરામાં સેન્ટ્રલ જેલ પર પોલીસની ટીમ પહોંચી છે. અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો આ તરફ રાજકોટને જેલને પણ ધમકી મળી છે. પાકિસ્તાન જિંદાબાદ અને ખાલિસ્તાન જિંદાબાદની સાથે અલ્લાહુ અકબરનો પણ આ ધમકી ભર્યાં ઈમેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્કૂલોને અને દિલજીતના કોન્સર્ટને ટાર્ગેટ કરી ધમકી આપી હતી 7 દિવસ પહેલા જ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી હતી. સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન વિધાલય સહિત 8 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈ પણ ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં ધમકીભર્યાં મેઈલમાં ઉલ્લેખ કરાયો હતો કે, ‘બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે’.આ પણ વાંચો
    Click here to Read More
    Previous Article
    દિવાળી વેકેશનમાં જામનગર એસટી વિભાગ વધારાની બસો દોડાવશે:4થી 24 નવેમ્બર સુધી પાંચ ડેપોમાંથી બસો; 51 મુસાફરના ગ્રૂપને પિક-અપ અને ડ્રોપની સેવા
    Next Article
    Kerala Islamic Preacher Arrested For Raping Minor, Cops Suspect More Victims

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment