Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2007થી અત્યાર સુધી 24,767 લોકો ગુમ, મોટાભાગના બાળકો:અમદાવાદ-સુરત સૌથી આગળ; ઈન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે પર ચિંતા કરાવતા આંકડા

    1 week ago

    ગુજરાતમાં બાળકો ગુમ થવાના કેસો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. આજે ‘ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે’ નિમિત્તે સામે આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2007થી અત્યાર સુધી રાજ્યભરમાં કુલ 24,767 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે, જેમા મોટાભાગના બાળકો છે. તેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેર અને સુરત શહેરમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આંકડાઓ મુજબ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,449 લોકો ગુમ થયા છે, જ્યારે સુરત શહેરમાં 4,701 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 1,034 અને વડોદરા શહેરમાં 1,287 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 1,196 લોકો ગુમ જિલ્લાવાર જોવામાં આવે તો ગાંધીનગરમાં 1,196, ખેડામાં 966, મહેસાણામાં 937 અને ભરૂચમાં 891 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. કચ્છ-ગાંધીધામ વિસ્તારમાં 774, વલસાડમાં 738 અને સુરત ગ્રામ્યમાં 498 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. ડાંગ-આહવામાં સૌથી ઓછા માત્ર 14 કેસ બીજી તરફ, ડાંગ-આહવામાં સૌથી ઓછા માત્ર 14 કેસ નોંધાયા છે. અમરેલી અને બોટાદમાં 85-85 કેસ, ગીર સોમનાથમાં 90 અને સુરેન્દ્રનગરમાં 101 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 754 લોકોને શોધ્યા મહિલા સેલના A.D.G.P. અજીત ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, 2007થી અત્યાર સુધીમાં કિશોર, કિશોરી, સ્ત્રી, પુરુષ મળીને કુલ 24,767 લોકો ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી આજદિન સુધી 754 લોકોને શોધવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં 1500 ગુમ થયેલા વ્યક્તિને શોધવામાં આવશે. પરિવારજનોની બેદરકારી, માનવ તસ્કરી, બાળમજૂરી જવાબદાર બાળ સુરક્ષા સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે બાળકો ગુમ થવાના કેસોમાં પરિવારજનોની બેદરકારી, માનવ તસ્કરી, બાળમજૂરી અને સોશિયલ મીડિયા દ્વારા વધતા જોખમો જેવા પરિબળો જવાબદાર હોઈ શકે છે. ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડેના અવસરે બાળ સુરક્ષા માટે વધુ સજાગતા, ઝડપી તપાસ અને ટેક્નોલોજી આધારિત ટ્રેકિંગ સિસ્ટમ મજબૂત કરવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં જનગણના 2027નો શુભારંભ:ગ્રીન મેન ભીકડીયા, ભલગામિયાની ઓનલાઈન વિગતો ભરવા અપીલ
    Next Article
    રાયગઢમાં દ્વિદિવસીય મહાવિષ્ણુયાગ સંપન્ન થયો:પૂજ્ય ડૉ. યોગેન્દ્રભાઈના સાન્નિધ્યે ભક્તિસભર માહોલમાં આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment