Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું:2004થી 2014 દરમિયાન એકલવ્ય યોજના અટકાવવાનો આરોપ લગાવ્યો; કહ્યું- ભાજપ શાસનમાં 511થી વધુ એકલવ્ય શાળાઓ

    7 hours ago

    વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે આદિવાસી સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ મુદ્દે કોંગ્રેસ પક્ષ પર મતનું રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસે દાયકાઓ સુધી આદિવાસી સમાજનો ઉપયોગ માત્ર વોટબેંક તરીકે કર્યો, પરંતુ શિક્ષણ અને રોજગારીના અભાવે થતા પલાયનને અટકાવવા માટે કોઈ પણ નક્કર પગલાં ભર્યા નથી. અટલ બિહારી વાજપેયી સરકારના સમયમાં શરૂ કરાયેલી 129 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોની યોજનાને 2004 થી 2014 દરમિયાન યુપીએ સરકારે આગળ ન વધારી હોવાનો તેમણે દાવો કર્યો હતો. મોદી સરકારમાં યોજનાનો વ્યાપ વધ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં એકલવ્ય મોડેલ સ્કૂલ યોજનાનો વ્યાપ દેશભરમાં અભૂતપૂર્વ રીતે વધારવામાં આવ્યો છે. જે અંતર્ગત 50 ટકાથી વધુ આદિવાસી વસ્તી અથવા 20 હજારથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા દરેક તાલુકામાં નવી શાળા શરૂ કરવાની જોગવાઈ અમલી બનાવાઈ છે. સાંસદ ધવલ પટેલના જણાવ્યા અનુસાર દેશભરમાં અત્યાર સુધીમાં 511 થી વધુ એકલવ્ય શાળાઓ કાર્યરત થઈ ચૂકી છે, જેમાં 9 હજારથી વધુ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 1.68 લાખથી વધુ આદિવાસી બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. આધુનિક ટેકનોલોજી અને સ્કીલ ડેવલપમેન્ટ આ શાળાઓમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તેમજ આધુનિક ટેકનોલોજી આધારિત શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની શ્રેષ્ઠ તૈયારી કરાવવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 'મેધા AI' જેવા સાધનોનો ઉપયોગ કરીને આદિવાસી બાળકોને સ્ટાર્ટઅપ અને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો વિઝન વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષા, દિલ્હીમાં AQI 322::MPમાં તાપમાન 12°Cથી નીચે; બિહારમાં વરસાદનું એલર્ટ, રાજસ્થાનમાં દિવસનું તાપમાન 38°C
    Next Article
    Fox On The Runway In Kolkata, IndiGo Flight Diverted Just Before Landing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment