Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં શિક્ષકોના ધરણા, કલેકટરને આવેદનપત્ર:2000 શિક્ષકોએ TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

    5 days ago

    દાહોદમાં આજે TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના 11 તાલુકામાંથી આશરે 2000 શિક્ષકો જોડાયા હતા. આ ધરણા પ્રદર્શન જિલ્લા પંચાયત સામેના મેદાનમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યા સુધી યોજાયું હતું. આ આંદોલન માત્ર દાહોદ પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર દેશમાં એકસાથે ચાલી રહ્યું છે. અખિલ ભારતીય સ્તરે 800 થી વધુ જિલ્લાઓમાં અને ગુજરાતના 34 જિલ્લાઓમાં આશરે 25 લાખ શિક્ષકો TET પરીક્ષાના વિરોધમાં જોડાયા છે. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટ દ્વારા TET પરીક્ષા અંગે લેવાયેલા નિર્ણયમાં ફેરવિચારણા કરાવવાનો અને શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ અપાવવાનો છે. શિક્ષકોનું માનવું છે કે વર્તમાન નિયમોમાં બદલાવ લાવીને તેમના હિતમાં નિર્ણય લેવો અનિવાર્ય છે. ધરણા કાર્યક્રમના અંતે, શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધી તેમની માંગણીઓ પહોંચાડવાની અપીલ કરવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા સકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ વ્યાપક બનાવવામાં આવશે. જુલાઈ માસમાં રાજ્યવ્યાપી ધરણા અને ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રવ્યાપી આંદોલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં 500 થી વધુ શિક્ષકોની વિશાળ રેલી:TET પરીક્ષા રદ કરવા સહિતની વિવિધ માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
    Next Article
    ગુણેસદામાં રસ્તો અને કોઝ-વે બનાવવાની સ્થાનિકોની માંગ:મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં નિર્માણ થયેલો રસ્તો બિસ્માર થતા લોકોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment