Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2,000 કરોડથી વધુના SD Pay કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો:વડોદરા સાયબર ક્રાઇમ અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી નારાયણ અશોક કાંગણેની અટકાયત કરી

    12 hours ago

    દર મહિને 9 ટકા વ્યાજ અને 30 ટકા કમિશનની લાલચ આપી દેશભરમાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય કૌભાંડનો ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડના તાર મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સુધી પહોંચ્યા છે. વડોદરા સાયબર ક્રાઇમ અને મહારાષ્ટ્રની સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ગજાનનનગર વિસ્તારમાંથી 32 વર્ષીય નારાયણ અશોક કાંગણેની અટકાયત કરી છે. SD Pay એપ્લિકેશન દ્વારા કરોડોનું કૌભાંડ તપાસ દરમિયાન આરોપીના બેંક ખાતામાં રૂ.15 લાખ ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ 5થી 10 ટકા કમિશનના બદલામાં પોતાના બેંક ખાતા ભાડે આપી કૌભાંડમાં ભાગીદારી નોંધાવી હતી. વર્ષ 2024થી શરૂ થયેલી ‘SD Pay’ એપ્લિકેશન દ્વારા લોકોને ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી. જોકે, માર્ચ 2026માં એપ્લિકેશન દ્વારા પરતાવાની ચુકવણી બંધ કરી દેવામાં આવી હતી. આરોપીઓએ ‘SD Pay’નું નામ બદલીને ‘Apna Pay’ પણ કર્યું પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનું કદ રૂ.2,000 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ‘SD Pay’નું નામ બદલીને ‘Apna Pay’ પણ કર્યું હતું. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ, હિરેન શાહ સહિત 9થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કૌભાંડનું મહારાષ્ટ્ર કનેક્શન; છત્રપતિ સંભાજીનગરથી ખાતાધારકની અટકાયત વડોદરા સાયબર ક્રાઇમ વિભાગે SD Pay કૌભાંડને લઈને નોંધાયેલી બે અલગ-અલગ ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ફરિયાદીઓ દ્વારા કરવામાં આવેલા નાણાંના ટ્રાન્ઝેક્શન મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી બેંકના ખાતામાં થયા હોવાનું સામે આવ્યું હતું. આ આધારે વડોદરા સાયબર ક્રાઇમની ટીમે છત્રપતિ સંભાજીનગર પહોંચી ખાતાધારક નારાયણ અશોક કાંગણેને ઝડપી પાડ્યો છે. નાણાકીય હેરાફેરીની મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં નારાયણ કાંગણેનો સંબંધ SD Pay કૌભાંડના સૂત્રધાર ધવલ પટેલ સાથે જોડાયેલ છે. આરોપી કૌભાંડમાંથી મેળવવામાં આવેલી રકમ પોતાના ખાતામાં સ્વીકારી ત્યારબાદ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતો હતો.
    Click here to Read More
    Previous Article
    SBI કોન્કલેવ 2026:ડૉ. પી. કે. મિશ્રાએ ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક નેતૃત્વની રૂપરેખા આપી
    Next Article
    ₹2,000 કરોડથી વધુના SD Pay કૌભાંડના તાર મહારાષ્ટ્ર સુધી લંબાયા:સ્થાનિક પોલીસ સાથે મળી વડોદરા સાયબર ક્રાઇમે આરોપીની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment