Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાણીલીમડા-પીરાણા રોડ પર હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતું યુનિટ સીલ:2000 કિલો રો-મટિરિયલ સહિતનો જથ્થો જપ્ત, મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી

    8 hours ago

    શહેરના બહેરામપુરા વોર્ડમાં દાણીલીમડા- પીરાણા રોડ પર આવેલા એસ્ટેટની જગ્યામાં લાયસન્સ વિના અનહાઇજેનિક કન્ડિશનમાં અને યોગ્ય માત્રામાં પદાર્થોનો ઉપયોગ કર્યા વિના ખૂબ જ હલકી ગુણવત્તાનો ટોમેટો સોસનો જથ્થો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. સેન્ડવીચ અને બર્ગરમાં ઉપયોગમાં લેવામાં આવતો આ જથ્થો બટાકાના પાવડર અને યોગ્ય ગુણવત્તા વિનાના પદાર્થોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હોવાના પગલે હાલમાં જગ્યાને સીલ કરવામાં આવી છે. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 2000 કિલો રો મટીરીયલ સહિતનો ટોમેટા સોસનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. 'લાયસન્સ વિના સોસનું ઉત્પાદન કરવામાં આવતું' મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે બહેરામપુરા વિસ્તારમાં સેન્ડવીચ અને બર્ગરમાં ટેસ્ટી સ્નેક્સ ટચઅપ તરીકે વપરાતા ટોમેટો સોસના યુનિટ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસે કોઈ લાઇસન્સ ન હતું. જે જગ્યાના નામ ઉપર લાયસન્સ લઈને વેચાણ કરવામાં આવતું હતું તેનું સરનામું ખોટું હતું. જેથી કોઈપણ લાયસન્સ વિના આ જગ્યા ઉપર ટોમેટા સોસનું ઉત્પાદન કરવામાં આવતું હતું. 'એસિડિક અને વધારે પડતા કલરનો ઉપયોગ કરાતો' સોસ બનાવવા બટાકાનો પાવડર અને એસિડિક કલર સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. વધારે પડતા પ્રમાણમાં કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્થળ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખૂબ જ અનહાઇજનિક કન્ડિશન મળી આવેલી હતી. જે ટચઅપના નામે વેચાણ કરતા હતા. જથ્થાને માત્રાના જે બીલો માંગવામાં આવ્યા હતા તે પણ રજૂ કરવામાં આવ્યા નહોતા. સ્થળ પરથી ફૂડ વિભાગની ટીમને રો મટીરીયલ અને તૈયાર કરવામાં આવેલો સોસનો જથ્થો મળી આવ્યો તો. અંદાજિત 2000 કિલો જેટલો સોસ નો જથ્થો મળી આવ્યો છે. આ સોસનો જથ્થો અલગ અલગ જગ્યાએ દુકાને વેચવામાં આવતો હતો. હાલમાં યુનિટ સીલ કરી દેવાયું છે. આ તમામ જથ્થાને જપ્ત કરી અને તેને નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Supreme Court onRahul Gandhi:विपक्ष के मार्च पर भड़के CJI Suryakant,Gyanesh Kumar को जारी किया नोटिस
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વસ્ત્રાલમાં કેસરિયા તાલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા, સહજાનંદ ગ્રુપ દ્વારા માધવ ફાર્મ ખાતે આયોજિત, વિજય સુવાળાએ જમાવી રંગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment