Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં નકલી સફેદ દૂધના કાળા કારોબાર પર દરોડો:પોલીસ અને ફૂડ વિભાગે ખાંભાના ઇંગોરાળામાં 200 લીટર દૂધ, વનસ્પતિ તેલ અને પાઉડર જપ્ત કર્યુ; નમૂના FSLમાં મોકલાયા

    8 hours ago

    અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં મોડી રાત્રે બનાવટી દૂધ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ખાંભા પોલીસ અને ફૂડ સેફટી વિભાગે બે અલગ-અલગ રહેણાંક મકાનોમાં દરોડા પાડી બનાવટી દૂધનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં રાણાભાઈ જેસાભાઈ સુસરા અને રાજુભાઈ જસાભાઈ આલના રહેણાંક મકાનોમાંથી શંકાસ્પદ 220 લીટર બનાવટી દૂધ, 214 કિલો પાવડર અને 43.4 કિલો વનસ્પતિ તેલ મળી આવ્યું હતું. કુલ 78,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ સેફટી વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લઈને તપાસ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવતા બનાવટી દૂધના જથ્થાનો રાત્રે જ નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. આ કામગીરી ખાંભા પીઆઈ કરણરાજસિંહ ચુડાસમા અને ફૂડ ઓફિસર કિશોર કળસરીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખાંભા પંથકના ગામડાઓમાં બનાવટી દૂધ બનાવવાનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. અગાઉ પણ અહીંની ડેરીઓમાં અનેક વખત બનાવટી દૂધ ઝડપાયું છે અને પોલીસે ભૂતકાળમાં પણ દરોડા પાડ્યા છે. ફરીવાર આ નકલી દૂધ પર અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો ફૂડ વિભાગ દ્વારા ગામડાઓમાં દૂધના વેપારની વ્યાપક તપાસ કરવામાં આવે તો મોટો પર્દાફાશ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે જિલ્લાની કેટલીક જાણીતી ડેરીઓ પણ શંકાના ઘેરામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, એક આતંકી ઠાર:બુછારમાં ઓપરેશન DIGGI-2 ચાલુ; પૂંછમાં ઓપરેશન શેરીકલાં દરમિયાન જવાન શહીદ
    Next Article
    Father Of 3, 28-Year-Old Sergeant Among 6 US Soldiers Killed In Iraq Crash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment